દ્વારકામાં પુરૂષોતમ માસ નિમિતે ભાવિકોનું ગોમતી સ્નાન

  • August 07, 2023 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં ચાલી રહેલ પુરૂષોતમ માસમાં વીકેન્ડની સાથે સાથે અધિક માસ ઉત્તરાર્ધમાં દ્વારકા યાત્રાધામમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. શનિ-રવિ વીકેન્ડ ટ્રાફીકની સાથે સાથે પુરૂષોતમ માસના પણ હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે યાત્રાધામ દ્વારકામાં ભાવિકોની અવિરત પ્રવાહ આવતા યાત્રાધામના મોટાભાગની હોટલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા તથા ભવનો હાઉસ ફુલ થઇ ગયા હતા.
​​​​​​​ ગઇકાલે વ્હેલી સવારે ૩ વાગ્યાથી જ દ્વારકાની પવિત્ર ગોમતી નદીના પવિત્ર સ્નાનાર્થે ભાવિકો ઉમટ્યા હતા. પૌરાણિક પરંપરા અનુસાર યાત્રિકો સૌપ્રથમ ગોમતી નદીના પાવનકારી જળમાં ડૂબકી લગાવી પૂણ્યનું ભાથું બાંધે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application