ભારતની દીકરીઓએ ચીનના મેદાનમાં ઈતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ બીજો ગોલ્ડ છે. આ પહેલા ભારતે શૂટિંગમાં પહેલો ગોલ્ડ જીત્યો હતો. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ ત્રીજી વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અગાઉ, બે વાર જ્યારે ક્રિકેટ આ રમતોનો ભાગ બની હતી, ત્યારે ભારતે તેમાં ભાગ લીધો ન હતો. મતલબ કે આ પહેલીવાર છે જ્યારે ભારત એશિયન ગેમ્સમાં ક્રિકેટ રમી રહ્યું છે અને પહેલી વાર રમીને જ ગોલ્ડ પોતાના ખાતામાં લઇ લીધો છે. આ કારણે કહી શકાય કે ભારતીય દીકરીઓએ ચીનની ધરતી પર ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે.
એશિયન ગેમ્સ 2023ની ફાઇનલ મેચ એટલે કે ગોલ્ડ મેડલ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 116 રન બનાવ્યા હતા, જેમાં સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. અને જેમિમાહે 42 રન આપ્યા હતા.
ભારતે આપેલા 117 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની મહિલાઓએ મજબૂત શરૂઆત કરી હતી. પરંતુ, તેની શરૂઆત ભારતીય બોલરોએ ટૂંક સમયમાં જ રોકી દીધી હતી. શ્રીલંકાની વિકેટો પડતી રહી, જેના પરિણામે તેને હારનો સામનો કરવો પડ્યો. શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 97 રન જ બનાવી શકી અને 19 રનથી મેચ હારી ગઈ.
એશિયન ગેમ્સ 2023માં ક્રમાંકિત ટીમો હોવાના કારણે, ભારત અને શ્રીલંકાએ ક્વાર્ટર ફાઈનલથી સીધા રમવાનું શરૂ કર્યું. ક્વાર્ટર ફાઈનલમાં ભારતની મલેશિયા સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જ્યાં ભારતીય મહિલાઓ, બેસ્ટ સીડ હોવાને કારણે, સેમિફાઈનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો. સેમિફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો, જ્યાં તેણે 70 બોલ બાકી રહેતાં 8 વિકેટથી જીત મેળવી હતી અને હવે ફાઇનલમાં, ભારતે શ્રીલંકાના પડકારને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો, જેણે સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
એશિયન ગેમ્સ 2023ની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો તો શ્રીલંકાએ સિલ્વર મેડલ જીત્યો. બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMચેટજીપીટીએ માણસની જેમ સામેથી પ્રશ્ન પૂછતા યુઝર થયો આશ્ચર્યચકિત
September 20, 2024 01:17 PMમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech