BREAKING NEWS

જામનગર: વાડીનાર બંદર ખાતે ‘જગ વસંત’ નામનું એલપીજી ભરેલું વિશાળ જહાજ પહોંચ્યા બાદ આજે બીજા દિવસે ગેસ સ્થળાંતરની કામગીરી સક્રિય રીતે શરૂ કરવામાં આવી

  • March 28, 2026 01:26 PM 

વાડીનાર બંદર ખાતે ‘જગ વસંત’ નામનું એલપીજી ભરેલું વિશાળ જહાજ પહોંચ્યા બાદ આજે બીજા દિવસે ગેસ સ્થળાંતરની કામગીરી સક્રિય રીતે શરૂ કરવામાં આવી છે

વહેલી સવારથી જ ‘જગ વસંત’ જહાજમાંથી ‘રોઝ’ નામના નાના જહાજમાં ગેસ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે અને કામગીરી પર નિષ્ણાતોની નજર રાખવામાં આવી રહી છે

એન્કરેજ વિસ્તારમાં શિપ-ટુ-શિપ (STS) પદ્ધતિ દ્વારા સંપૂર્ણ સુરક્ષા સાથે ગેસના જથ્થાનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય

આ જહાજ અંદાજે 47 હજાર મેટ્રિક ટન એલપીજી લઈને આવ્યું છે જે દેશના ઊર્જા સંગ્રહ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે

વાડીનાર બંદરે આવેલા આ મોટા એલપીજી જથ્થાથી દેશભરમાં સર્જાયેલી ગેસની અછતમાં રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે આ સપ્લાય ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે અને ઊર્જા સુરક્ષા માટે આ એક સકારાત્મક સંકેત માનવામાં આવે છે

ઊર્જા પુરવઠાની સતતતા જાળવવા માટે સંબંધિત તંત્ર દ્વારા સઘન અને સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

ભારત પોતાની ઊર્જા લાઇફલાઇન મજબૂત રાખવા માટે સતત પ્રયત્નશીલ છે અને સપ્લાય ચેઇનને અવિરત રાખવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ ઓપરેશન લગભગ બે દિવસ સુધી ચાલશે..
​​​​​​​

1000 મેટ્રિક ટન જથ્થાને સ્થળાંતર કરતા અંદાજે 1 કલાકનો સમય લાગે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News