દિલ્લીમાં પ્રજાસત્તાક દિવસ માટે ફુલ ડ્રેસ રિહર્સલ, આ ૨૬ જાન્યુઆરી ગુજરાત માટે પણ ખાસ

  • January 23, 2023 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં આવેલા દેશના સૌ પ્રથમ સોલાર ઉર્જા વિલેજ મોઢેરાની ઝાંખી રજૂ થશે: દિલ્હીના એનસીટીમાં ૧૫ ફેબ્રુઆરી સુધી ડ્રોન, પેરાગ્લાઈડર્સ, પેરામોટર્સ વગેરે પર પ્રતિબંધ




આજ રોજ દેશની રાજધાની દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે ફુલ ડ્રેસ રિહર્સલ યોજાશે. જેના કારણે અનેક ટ દિલ્લીમાં પ્રતિબધં કરવમાં આવ્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને નવી દિલ્હી, મધ્ય દિલ્હી અને દક્ષિણ દિલ્હીના વિસ્તારો ન આવવા લઇ સલાહ આપી છે.





આ વખતે ગુજરાત માટે પણ એક ખાસ ગૌરવપૂર્ણ વાત છે, આ વખતે ૨૬ જાન્યુઆરીના  પ્રજાસત્તાક દિવસ અવસરે દેશના સૌ પ્રથમ સોલાર ઉર્જા વિલેજ મોઢેરાની ઝાંખી રજૂ થશે, કિલન–ગ્રીન ઉર્જાયુકત ગુજરાત વિષય આધારિત ટેબ્લો રજૂ કરાશે, આ ઝલક દ્રારા દેશ દુનિયાને કચ્છ–મોઢેરાની સાંસ્કૃતિક સાથે ઉર્જાક્ષેત્રે નવી રાહ તરફ ધ્યાન દોરવાનો પ્રયત્ન છે.





ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આજનું આ રિહર્સલ સવારે ૧૦:૩૦ વાગ્યે વિજય ચોકથી શ થશે અને કર્તવ્ય પથ, સી–ષટકોણ, તિલક માર્ગ, બહાદુર શાહ ઝફર થઈને લાલ કિલ્લા પર સમા થશે. પરેડ પૂરી ન થાય ત્યાં સુધી વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધીના ડુટી રોડ પર કોઈ પણ જાતના ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે નહીં. સી–હેકસાગોન–ઇન્ડિયા ગેટ વિસ્તાર આજે સવારે ૯:૦૦ વાગ્યાથી પરેડ તિલક માર્ગને પાર ન થાય ત્યાં સુધી બધં રહેશે. તિલક માર્ગ, બહાદુર શાહ ઝફર માર્ગ અને સુભાષ માર્ગ પર સવારના ૧૦:૩૦ વાગ્યાથી બંને દિશામાં ટ્રાફિક પર પ્રતિબધં રહેશે.




દિલ્હીના એનસીટીમાં ૧૫ ફેબ્રુઆરી સુધી ડ્રોન, પેરાગ્લાઈડર્સ, પેરામોટર્સ, હેંગ ગ્લાઈડર્સ, માનવરહિત એરિયલ વ્હીકલ, માનવરહિત એરક્રાટ સિસ્ટમ્સ, માઈક્રોલાઈટ એરક્રાટ, રિમોટલી પાયલોટ એરક્રાટ, હોટ એર બલૂન, સ્મોલ પાવર્ડ એરક્રાટ વગેરે પર પ્રતિબધં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application