જામનગર-વાંકાનેરના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝબ્બે
જામનાગર સીટી-એ ડીવીઝન પીઆઇ વી.એમ. ડોડીયાની સુચના મુજબ ખંભાળીયા ગેઇટ ચોકીના સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન સ્ટાફના પો.કોન્સ વિનાયકભાઇ વાઘેલા, પો.કોન્સ જીજ્ઞેશભાઇ પરમાર તથા એએસઆઇ એચ.આર. બાબરીયાને તેમના અંગત બાતમીદારોથી સંયુકત રીતે હકીકત મળી હતી.
જે મુજબ સીટી-બી પોલી સ્ટેશનના કલમ ૧૦૯, ૧૧૮(૨), ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૨, ૫૪, જીપીએકટ મુજબના તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન તથા બીએનએસ કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૬૧(૨) મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી સુરેશ નવા ૮૦ ફુટ રોડ પર ઉભો છે જે હકીકત આધારે ત્યાં દોડી જઇ આરોપી રણજીતસાગર રોડ, સુભાષપરા-૨ ખાતે રહેતા સુરેશ ઉર્ફે સુરીયો વિજય સોનારા (ઉ.વ.૨૮)ને ધોરણસર અટક કરવામાં આવ્યો હતો.