AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના ઘર પર ચોથો હુમલો, પોલીસે એકત્ર કર્યાં પુરાવા

  • February 20, 2023 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

19 ફેબ્રુઆરી, રવિવારના સાંજે દિલ્હીમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના ઘર પર કેટલાક અજાણ્યા શખ્શોએ પથ્થરમારો કર્યો હોવાનો આરોપ છે. હુમલા બાદ ઓવૈસીના ઘરની બારીઓના કાચ તૂટી ગયા છે. દિલ્હી પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઘર પર પથ્થરમારો કર્યા બાદ અસદુદ્દીન ઓવૈસીએ પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી
.

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો છે કે કેટલાક અજાણ્યા શખ્શોએ તેમના નિવાસસ્થાન પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના સાંજે 5.30 વાગ્યે અશોક રોડ વિસ્તારમાં બની હતી. માહિતી પછી, એડિશનલ ડીસીપીના નેતૃત્વમાં દિલ્હી પોલીસની એક ટીમ ઓવૈસીના ઘરની મુલાકાત લીધી અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા હતા.

આ ઘટના અંગે અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, "હું રાત્રે 11:30 વાગ્યે મારા નિવાસસ્થાને પહોંચ્યો હતો. પરત ફરતી વખતે મેં જોયું કે બારીના કાચ તૂટેલા હતા અને ચારે બાજુ પથ્થરો પડ્યા હતા. મારા ઘરે કામ કરતી વ્યક્તિએ માહિતી આપી હતી કે કેટલાક શખ્શોએ લગભગ 5:30 વાગ્યે નિવાસસ્થાન પર પથ્થરમારો કર્યો હતો.

AIMIM ચીફ ઓવૈસીએ પણ કહ્યું કે તેમના નિવાસસ્થાન પર આ ચોથો હુમલો છે. તેણે કહ્યું, "આ ચોથી વખત આવો હુમલો થયો છે... મારા ઘરની આસપાસના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા છે અને તે એક્સેસ કરી શકાય છે. ગુનેગારોને તાત્કાલિક પકડવા જોઈએ."

તેમણે વધુમાં કહ્યું હતું કે, "તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને દોષિતોને વહેલી તકે પકડવા જોઈએ." પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઓવૈસી રાજસ્થાનની બે દિવસની મુલાકાતે હતા, જ્યાં તેમણે આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના પ્રચારની શરૂઆત કરી હતી.

દિલ્હી પોલીસે કહ્યું કે આ પથ્થરમારો ક્યારે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે તે સમયે ઓવૈસી પોતાના ઘરે ન હતા. પોલીસ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને સ્કેન કરી રહી છે અને આ હુમલો કોણે અને ક્યારે કર્યો તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ સૂત્રોનું એમ પણ કહેવું છે કે અત્યાર સુધી કોઈ પણ સીસીટીવીમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ નથી. આ એંગલની પણ તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ વાંદરાએ પથ્થર ફેંક્યો છે કે કેમ, કારણ કે તે વિસ્તારમાં ઘણા વાંદરાઓ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application