BREAKING NEWS

જામનગર: પાસપોર્ટ બનાવનાર ધંધાર્થીને અલગ-અલગ ૪ કેસમાં ચાર વર્ષની સાદી કેદની સજા

  • July 11, 2026 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગર: પાસપોર્ટ બનાવનાર ધંધાર્થીને અલગ-અલગ ૪ કેસમાં ચાર વર્ષની સાદી કેદની સજા

ચેકની રકમ રૂ.૪૪,૧૦,૨૦૦ ફરીયાદીને વળતર તરીકે ચુકવવા સ્પેશીયલ ચેક રીર્ટન કોર્ટએ હુકમ ફરમાવેલ

જામનગરમાં આરોપી મયુરકુમાર રાજેન્દ્રકુમાર દવે વિદેશ જવા માટે લોકોના પાસપોર્ટ વીજા બનાવવાનો ધંધો કરે છે, તેઓને ખુબજ નાણાકીય જરૂરીયાત ઉપસ્થિત થતા ફરીયાદી વિનાયક વિરૂભાઈ ઉર્ફે વિરેન્દ્રભાઈ નંદાણી પાસેથી અલગ-અલગ સમયે જુદી-જુદી રકમ હાથ ઉછીની વગર વ્યાજે લીધેલ હતી, જે રકમની ફરીયાદીએ આરોપી પાસે ઉઘરાણી કરતા આરોપીએ તેની બેંક ખાતાના ચેકો ૧૧,૦૦,૦૦૦ બેંક ઓફ બરોડા ઈસ્કોન સર્કલ શાખા અમદાવાદના ખાતાનો ચેક તથા રૂ. ૧૦,૦૦,૦૦૦ બેંક ઓફ બરોડા ઈસ્કોન સર્કલ શાખા અમદાવાદના ખાતા વાળો ચેક, ૧૦,૦૫,૧૦૦ બેંક ઓફ બરોડા ઈસ્કોન સર્કલ શાખા અમદાવાદના ખાતા વાળો ચેક રૂ.​​​​​​​ ૧૧,૦૫,૧૦૦ બેંક ઓફ બરોડા ઈસ્કોન સર્કલ શાખા અમદાવાદના ખાતાનો ચેક આપેલા હતા. જે ચેકો ફરીયાદીએ તેની બેંકમાં જમાં કરાવતા ફરીયાદીને ચેક મુજબની રકમ વસુલ મળેલ નહી, અને ચેક પરત ફરેલ.
​​​​​​​
 તેથી ફરીયાદીએ આરોપીને તેના વકીલ મારફત ચેક મુજબની રકમ આપવા નોટીશ આપેલ, જે નોટીશ આરોપીને મળી ગયેલ, તેમ છત્તા આરોપીઓએ ફરીયાદીને ચેકો મુજબની રકમ આપેલ નહીં, જેથી ફરીયાદીએ આરોપી સામે ધી-નેગોશીયેબલ ઈન્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ જામનગરના એડી. પાંચમાં એડી. ચીફ જયુડી. મેજી જજ એમ.આર. લાલવાણીની કોર્ટમાં અલગ-અલગ ૪(ચાર) ફોજદારી કેસો દાખલ કરેલા હતા. જે કેસો સ્પેશીયલ ચેક રીર્ટનની કોર્ટમાં ચાલી જત્તા આરોપીને તકસીરવાર ઠરાવેલ અને દરેક કેસમાં ૧(એક) વર્ષ સજા તથા દંડ અને ચેકની રકમ વળતર તરીકે ફરીયાદીને ચુકવવી જો તેમાં કસુર કરે તો વધુ ૩(ત્રણ) માસની સાદી કેદની સજા ભોગવવી તેવો આરોપી વિરૂધ્ધ સજા તથા દંડ અને વળતરનો હુકમ કરેલ છે.આ કામમાં ફરીયાદી તરફે ચેક રીટર્નના નિષ્ણાંત એડવોકેટ હાર્દિક પી.એરડા, પુનમ જી. ચૌહાણ તથા સોનલ પી મકવાણા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application