ધ્રોલ નજીક ૧૨ વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં ચાર આરોપીને આજીવન કેદની સજા
ધ્રોલ પંથકમાં ૧૨ વર્ષ પહેલા નિપજાવાયેલી હત્યાના કેસમાં ચાર આરોપીઓને અદાલતે આજીવન કેદ ની સજાનો હુકમ કર્યો છે.
જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકા ના ધ્રાંગડા - સોયલ પાસે માર્ચ ૨૦૧૪ ના સુમારભાઈ ઇસ્માઈલભાઈ સફિયાની કોઇતા, છરી, પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરીને હત્યા નિપજાવવામાં આવી હતી. આ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યા હતા.
આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને આધાર પુરાવો દસ્તાવેજી પુરાવાઓ સાહેદ સાક્ષીઓ વગેરેની જુબાનીને ધ્યાનમાં રાખીને અદાલતે ચાર આરોપી હનીફ રસુલભાઈ મકવાણા, નરેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલા, ગિરીશ ઉર્ફે સાગર ગોપાલભાઈ બારૈયા અને રમજાન રસુલ મકવાણાને તકસીરવાન ઠરાવીને આઇપીસી કલમ ૩૦૨ મુજબ આજીવન કેદની સજા ૩૦૭ મુજબ ૫ વર્ષની કેદનો હુકમ સેસન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો આરોપી દિવ્યરાજસિંહ જાડેજાનું મૃત્યુ થયેલ હોય તેને એબેટ કરવામાં આવેલ છે, આ કેસમાં મદદનીશ સરકારી વકીલ પિયુષ જે પરમાર રોકાયા હતા.