મહાપાલિકાનાં ૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મિલકત વેરાની વસુલાત રૂપિયા ૩૦૦ કરોડને પાર

  • March 24, 2023 09:50 PM 

રાજકોટ મહાનગરપાલિકાનાં ઇતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષમાં મિલ્કત વેરાની વસુલાત . ૩૦૦ કરોડનાં આંકને ક્રોસ કરી છે. તા.૧–૪–૨૦૨૨ થી તા. ૨૪–૩–૨૦૨૩ સુધીમાં . ૩૦૦.૪૪ કરોડની કુલ વસુલાત વેરા વસુલાત શાખા દ્રારા કરવામાં આવી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૧–૨૨માં કુલ . ૨૭૨ કરોડની રકમ પ્રોપર્ટી ટેકસ પેટે વસુલ કરી હતી તેમ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.


મ્યુનિ.કમિશનરએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત નાણાકીય વર્ષ ૨૦૨૧–૨૨માં કુલ ૩૧૧૦૭૯ કરદાતાઓએ ટેકસ ચૂકવ્યો હતો જેની તુલનાએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨–૨૩માં આજ દિન સુધીમાં કુલ ૩૬૬૨૦૭ કરદાતાઓએ ટેકસ ભરપાઈ કરેલ છે.

દરમિયાન આજ રોજ વેરા–વસુલાત શાખા દ્રારા કુલ ૧૯ મિલ્કતોને સીલ કરેલ તથા ૩ નળ કનેકશન કપાત કરીને ૫૫ મિલ્કતોને ટાંચ જી નોટીસ આપી ા.૧.૯૦ કરોડ રીકવરી કરવામાં આવી હતી. આ સાથે આજ દિન સુધીની કુલ આવક .૩૦૦.૪૪ કરોડ થઈ છે. ઉપરોકત કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટર દ્રારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મોટી રકમના જૂના બાકીદારો માટેની વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમના હવે છેલ્લા ૭ દિવસ બાકી છે. રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ. ૩૧–૩–૨૦૨૩ હોય વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા કમિશનર અમિત અરોરા દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application