ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ફુટબોલ તથા કરાટે સ્પર્ધાનો સુધારેલ કાર્યક્રમ જાહેર કરાયો
જામનગર તા.૧૭ જાન્યુઆરી, ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર હેઠળની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર તથા ગ્રામ્ય દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૩.૦નું વિગતવાર કાર્યક્રમ આયોજન જાહેર કરાયેલ છે. જે અંતર્ગત ખેલમહાકુંભ ૩.૦-૨૦૨૪-૨૫ ની સ્પર્ધાઓમાં ફૂટબોલ તથા કરાટે સ્પર્ધાનો સુધારેલ કાર્યક્રમ જાહેર કરાયો છે જે મુજબ તા.૨૧-૦૧-૨૦૨૫ ના રોજ ભાઈઓ તથા બહેનો માટેની ઓપન એજ ગૃપની ફુટબોલ સ્પર્ધા ક્રિષ્ના સ્પોર્ટસ એકેડમી, પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં, જામનગર ખાતે સવારે ૦૭:૦૦ કલાકે યોજાશે જ્યારે તા.૧૦ તથા ૧૧-૦૨-૨૦૨૫ ના રોજ ભાઈઓ તથા બહેનો માટેની તમામ વય જુથની કરાટે સ્પર્ધા શ્રી બી.એમ.પટેલ વિદ્યાલય, મુ.વાંકીયા, તા.ધ્રોલ, જી.જામનગર ખાતે સવારે ૦૭:૦૦ કલાકે યોજાશે.જેની નોંધ લેવા જિલ્લા રમત-ગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંહોની સુરક્ષા માટે રેલવેનો નવતર અભિગમ: ટ્રેક પર લાગશે 'ઇન્ટ્રુશન ડિટેકશન ડીવાઈસ'
January 17, 2025 08:10 PMમહાકુંભના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો અનોખો અભિગમ, શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન
January 17, 2025 08:08 PMનરોડા પોલીસે પોલીસકર્મીઓ સામે જ નોંધ્યો ગુનો, કાયદાનું કરાવ્યું ભાન
January 17, 2025 08:06 PMરશિયન સેનામાં લડતા 12 ભારતીયોના મોત, 16 લોકો ગુમ, કેન્દ્ર સરકારે બીજું શું કહ્યું?
January 17, 2025 08:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech