બાલાચડીમાં યુવાન પર મુઠ અને છરીથી હુમલો

  • March 14, 2023 11:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડીયાના બાલાચડી પાસે યુવાનને મુઠ અને છરી વડે ઇજા કર્યાની તેમજ ધમકી દીધાની મહિલા સહિત ત્રણ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.


જોડીયાના મોટોવાસમાં રહેતા રજાક હાસમભાઇ સાઇચા (ઉ.વ.૩૦) નામનો યુવાન તેમની પત્નીને તેમના સાસરીયા માટે તેડી લાવેલ હોય જેથી બોલાચાલી થઇ હતી, દરમ્યાન આ બાબતનો ખાર રાખીને ગત તા. ૮ના સાંજના સુમારે બાલાચડી પાસે આરોપીઓએ ફરીયાદી રજાકને અપશબ્દો બોલી, મુઠ અને ઢીકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.

​​​​​​​
આ ઉપરાંત અન્ય એક શખ્સે ફરીયાદીને કપાળના ભાગે છરીનો એક ઘા ઝીંકી એકબીજાને મદદગારી કરી હતી, આ અંગે રજાકભાઇ દ્વારા ગઇકાલે જોડીયા ખાતે રહેતા નવાઝ સુલતાન નોતીયાર, સમીમ સુલતાન નોતીયાર, શરીફાબેન સુલતાન નોતીયારની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application