જામનગરમાં બોર્ડની પરીક્ષામાં પ્રથમ કોપી કેસ

  • March 18, 2023 11:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા જામનગરના પરીક્ષા કેન્દ્રમાં લેવાઈ રહેલી ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષામાં આજે ભૂગોળ નું પેપર લેવાયું હતું, જેમાં ૪૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે, દરમ્યાનમાં અહીંની ગુ.સા. મહેતા વિધાલયમાં એક વિધાર્થીની અપેક્ષીતમાંથી પેપર લખતા સ્કોડની ઝપટે ચડી હતી, આમ ચાર દિવસથી ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં આજે પ્રથમ કોપી કેસ નોંધાયો હતો.
ગુજરાત માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા ચાલતી બારમા ધોરણની પરીક્ષામાં આજે  ન્યુ કોર્સ ભૂગોળ (૧૪૮) નું પેપર લેવાયું હતું જેમાં કુલ ૧,૯૫૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી ૪૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, અને ૧,૯૧૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી ભાષા માં ૨૮ અને અંગ્રેજી માં ૧૬ સહિત કુલ ૪૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. 


આજે ધો. ૧૨માં સવારના સેશનમાં ભુગોળનું પેપર લેવાયું હતું, જેમાં શહેરની જી.એસ. મહેતા ક્ધયા વિધાલય પરીક્ષા કેન્દ્ર નં. ૬૯૧ના બિલ્ડીંગ નં. ૧ ખાતે પરીક્ષા ચાલી રહી હતી ત્યારે પરીક્ષા ખંડમાં ધો. ૧૨ની વિધાર્થીની અપેક્ષીતમાંથી પેપર લખતી હતી જે ખંડ નિરીક્ષણ મીનાક્ષીબેન પટેલના ઘ્યાને આવી હતી અને તેને ગેરરીતી કરતા પકડી લેવાઇ હતી. જેથી તેણી સામે કોપી કેસ નોંધવામાં આવ્યો હતો અને આ અંગે જીલ્લા શિક્ષણાધીકારી કચેરીને જાણ કરવામાં આવી હતી આમ આજે બોર્ડની પરીક્ષા દરમ્યાન ગેરરીતીનો પ્રથમ કેસ સામે આવ્યો હતો.


ધો. ૧૨ની પરીક્ષાના ગઇકાલે ચોથા દિવસે અર્થશાસ્ત્ર-૨૨નું પેપર લેવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી ભાષામાં ૮,૨૩૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી ૯૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, અને ૮,૧૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હિન્દી ભાષામાં ૬૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યા છે, અને ૬૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application