જામનગરમાં રાજ્ય સરકારના આદેશ અનુસાર ફાયર સેફ્ટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું

  • March 06, 2023 05:43 PM 

જામનગરમાં રાજ્ય સરકારના આદેશ અનુસાર ફાયર સેફ્ટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય તે તમામ સ્થળો પર ફાયર શાખાની જુદી જુદી ટીમ દ્વારા અકસ્માતના સમયમાં બચાવ કામગીરી વિશે માર્ગદર્શન કેમ્પનું આયોજન મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે.


ગુજરાત  સરકારના આદેશ અનુસાર તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર  વિજયકુમાર ખરાડી અને નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીના  માર્ગદર્શન મુજબ  શહેરની કોમર્શિયલ બિલ્ડીંગો, એપાર્ટમેન્ટ સ્કૂલ ,કોલેજ, ટ્યુશન ક્લાસીસ હોટેલ અને  હોસ્પિટલ,  આવાસ યોજના જેમાં ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય , તેવી શહેરની કોમર્શિયલ બિલ્ડીંગો અને રહેઠાણોમાં ફાયર શાખાના સ્ટાફ દ્વારા  ફાયર સેફટી ના સાધનોનો ઉપયોગ કેવી રીતે  કરવો તેની માહિતી પૂરી પાડવા માટે નિયમિત વિવિધ સ્થળો પર ફાયર શાખાની ટીમ દ્વારા  તાલીમ આપવામાં આવે છે .


 જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખા દ્વારા આ સપ્તાહ દરમિયાન શહેરની વિવિધ શાળા હોસ્પિટલ માં ફાયર શાખાના સ્ટાફે ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ અકસ્માતના સમયે કેવી રીતે કરવો તેની તાલીમ આપી હતી, જેમાં શ્રી આણદાબાવા અનાથાલય, ગીરીરાજ કોમ્પલેક્ષ હોટેલ ફોર્ચ્યુન  , ભગદે હોસ્પિટલ, સોલંકી હોસ્પિટલ ,ભગવતી યુરોલોજિસ્ટ હોસ્પિટલ, પુનાતર હોસ્પિટલ, ઓમ ન્યુ બોન્ ચાઈલ્ડ કેર ,મેઘધારા આયુર્વેદિક હોસ્પિટલ ,શાલીગ્રામ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ,જયુ હોસ્પિટલ, શ્રી મેટરનીટી હોસ્પિટલ, કરંગીયા હોસ્પિટલ તેમજ વિભાપર પ્રાથમિક શાળા ના બાળકોને આપાતકાલીન પરિસ્થિતિમાં કેવી રીતે સ્વ બચાવ કરવો તે અંગે મોકડ્રીલ નું આયોજન કરી  બાળકોને ફાયર શાખાના સ્ટાફે સ્વ બચાવ ની તાલીમ આપી હતી,  તેમજ જેકુરબેન સોની કન્યા વિદ્યાલય,  સરસ્વતી પ્રાથમિક શાળા,  ક્રિષ્ના હોસ્પિટલ અને નેવી ઓફિસર તેમજ નેવીના સ્ટાફને પણ ફાયર સેફટીના સાધનો અંગે જામનગર ફાયર ના સ્ટાફે માહિતગાર કર્યા હતા.


આગામી સમયમાં પણ જામનગર ચીફ ફાયર ઓફિસર કે.કે. બિસનોઈ ના માર્ગદર્શન મુજબ આ પ્રકાર ની ફાયર શાખાની તાલીમ ની કામગીરી યથાવત રાખવામાં આવશે. 


જામનગરના સમગ્ર  વિસ્તારોમાં જુદી જુદી ટીમ દ્વારા  આ સમગ્ર કામગીરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર C. S. પાંડિયન ની રાહબરી હેઠળ  સ્ટેશન ઓફિસર સજુભા જાડેજા, જસ્મીન  ભેંસદડીયા , ઉપેન્દ્ર સુમ્બડ ,સંદીપ પંડ્યા, ઉમેશ ગામેતી ,જેંતીલાલ ડામોર,  રાકેશ ગોકાણી ,કામિલ મહેતા  સહિતના ફાયર શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application