હાપામાં ફુડ પેકિંગની ફેક્ટરીમાં આગથી દોડધામ

  • January 03, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા ફૂડ પેકિંગના એક કારખાનામાં સોમવારે બપોરે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને પેકિંગ માટેનું પ્લાસ્ટિક પુઠાનું મટીરીયલ સળગી ઊઠ્યું હતું. ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઇ પાણીના બે ટેન્કરો વડે આગને કાબુમાં લીધી હતી. જો કે તે પહેલા પેકિંગ- મટીરીયલનો સામાન બળીને ખાક થયો હતો.


 જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા જતીનભાઈ પુજારા ની માલિકીના ફૂટ પેકિંગ પ્રોસેસના કારખાનામાં બપોરે ૨.૩૦ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.


જે આગના બનાવ અંગે જતીનભાઈ પુજારા એ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, આગના કારણે પ્લાસ્ટિકના પેકિંગનો માલ સામાન તેમજ પૂઠા નો સામાન વગેરે સળગી ઊઠ્યો હતો, જેને ફાયર શાખાની ટુકડીએ પાણીના બે ટેન્કરો વડે પાણીનો મારો ચલાવી સતત એક કલાકની જયમત પછી આગને કાબુમાં લીધી હતી. જો કે તે પહેલા પ્લાસ્ટિક પૂઠાનો મોટો જથ્થો સળગી ઉઠ્યો હોવાથી કારખાનેદારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યાનું જાણવા મળી રહ્યું છે. ફાયર બ્રિગેડની ટુકડીએ અન્ય સામાનને બચાવી લીધો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application