ઈલેક્ટોરલ બોન્ડ ડેટાનું તારણ : આ એક કંપનીએ બોન્ડ ખરીદવા કર્યો 44 એન્ટિટીનો ઉપયોગ

  • March 24, 2024 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડ ડેટા સૂચવે છે કે રિન્યુએબલ એનર્જી કંપની ગ્રીનકોએ 11 ગ્રૂપ કંપનીઓ દ્વારા રૂ. 35 કરોડના બોન્ડ્સ ખરીદ્યા છે, જે તમામના રજિસ્ટર્ડ નામોમાં “ગ્રીનકો” છે. પરંતુ ડેટાબેઝની ચકાસણી અને કોર્પોરેટ ફાઇલિંગ સાથે બોન્ડની ખરીદીની વિગતો સાથે મેચિંગ દર્શાવે છે કે ગ્રીન એનર્જી પ્લેયરએ 44 કંપનીઓ દ્વારા ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા, જે કોઈપણ કંપની ગ્રુપ માટે સૌથી વધુ છે.


કુલ મળીને, ગ્રીનકો ગ્રુપની કંપનીઓએ ચૂંટણી બોન્ડની ખરીદી પર કુલ રૂ. 117 કરોડનો ખર્ચ કર્યો હતો. ગ્રીનકો ગ્રુપનો ભાગ છે તે 44 કંપનીઓ ઉપરાંત, અન્ય કંપની – એસીઇ અર્બન ડેવલપર્સ -ના ચારમાંથી ત્રણ ડિરેક્ટર પણ ગ્રીનકો ગ્રુપની સંખ્યાબંધ કંપનીઓ સાથે સંકળાયેલા છે. એસીઇ અર્બને રૂ. 10 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. ગ્રીનકો દ્વારા ખરીદવામાં આવેલા રૂ. 117 કરોડના બોન્ડમાંથી, રૂ. 55 કરોડના મૂલ્યને વાયએસઆર કોંગ્રેસ દ્વારા, ભારત રાષ્ટ્ર સમિતિ દ્વારા રૂ. 49 કરોડ; અને ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂ. 13 કરોડ રિડીમ કરવામાં આવ્યા હતા.


ગ્રીનકોએ આટલી બધી ગ્રૂપ કંપનીઓ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ શા માટે ખરીદ્યા તેના ચોક્કસ કારણો સ્પષ્ટ નથી. ચૂંટણી પંચ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ, ગ્રીનકો ગ્રૂપની કંપનીઓમાં, સ્નેહા કાઈનેટિક પાવર પ્રોજેક્ટ્સ કુલ રૂ. 10 કરોડની ખરીદી સાથે ચૂંટણી બોન્ડની સૌથી મોટી ખરીદદાર હતી. ગ્રીનકો એનર્જી પ્રોજેક્ટ્સે રૂ. 8 કરોડના બોન્ડ ખરીદ્યા હતા, જ્યારે સ્કીરોન રિન્યુએબલ એનર્જી અમિદ્યાલાએ રૂ. 7 કરોડના બોન્ડ ખરીદ્યા હતા. અચિન્ત્ય સોલર પાવર, ગ્રીનકો રાયલા વિન્ડ પાવર, ગ્રીનકો અનંતપુર વિન્ડ પાવર અને ગ્રીનકો એમપી૦૧ આઈઆરઇપી દરેકે 5 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનાર બાકીની ગ્રુપ કંપનીઓએ રૂ. 1 કરોડથી રૂ. 4 કરોડની રેન્જમાં આવું કર્યું હતું.


ગ્રીનકો નામની 11 કંપનીઓ સિવાય, ગ્રૂપ અને અન્ય 33 કંપનીઓ વચ્ચેનું જોડાણ કોર્પોરેટ ફાઇલિંગ, રિપોર્ટ્સ અને ગ્રીનકો ગ્રૂપની વેબસાઇટ પરના અન્ય દસ્તાવેજો, કોમન ડિરેક્ટર્સ અને રજિસ્ટ્રારના ડેટાની વિગતો દ્વારા જણાયુ હતું. ઉદાહરણરૂપ કેસ સ્નેહા કાઈનેટિક પાવર પ્રોજેક્ટ્સ નામની પેઢીનો છે. આરઓસી રેકોર્ડ્સમાં તેનું રજીસ્ટર્ડ ઈમેલ આઈડી secretarial@greenkogroup.com છે, અને જેનું સરનામું ગ્રીનકો ગ્રૂપના હૈદરાબાદ સ્થિત માધાપુરની હાઈટેક સિટી ઓફિસ છે. આરઓસી રેકોર્ડ મુજબ, સ્નેહા કાઈનેટિક પાવર પ્રોજેક્ટ્સના ડિરેક્ટર તરીકે સૂચિબદ્ધ બે વ્યક્તિઓ ગ્રીનકો જૂથની અન્ય કંપનીઓમાં પણ ડિરેક્ટર છે.


ઈલેક્ટોરલ બોન્ડના અન્ય મોટા કોર્પોરેટ ખરીદદારોમાં જેમણે મલ્ટીપલ ગ્રૂપ કંપનીઓનો ઉપયોગ કર્યો હતો તેમાં ડાઈવર્સ ગ્રૂપ  આદિત્ય બિરલા ગ્રૂપ  (10 કંપનીઓ દ્વારા રૂ. 565 કરોડથી વધુનું દાન); રિયલ એસ્ટેટ પ્લેયર કે રહેજા કોર્પ ગ્રૂપ  (10 કંપનીઓ દ્વારા રૂ. 80 કરોડથી વધુનું દાન); ફાર્માસ્યુટિકલ અગ્રણી હી ટેરો (નવ કંપનીઓ દ્વારા રૂ. 140 કરોડથી વધુનું દાન); હૈદરાબાદ સ્થિત એન એસએલ ગ્રૂપ  (આઠ કંપનીઓ દ્વારા રૂ. 50 કરોડથી વધુનું દાન); અને બેંગલુરુ સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર પ્રેસ્ટિજ ગ્રૂપ (આઠ કંપનીઓ દ્વારા આશરે રૂ. 50 કરોડનું દાન). આરપી-સંજીવ ગોએન્કા ગ્રૂપ ચૂંટણી બોન્ડના ચોથા સૌથી મોટા ખરીદનાર છે. તેમણે પાંચ કંપનીઓ દ્વારા રૂ. 600 કરોડથી વધુની ખરીદી કરી હતી. પિરામલ ગ્રૂપ અને ઓરોબિંદો ફાર્મા ગ્રૂપે પાંચ કંપનીઓ દ્વારા અનુક્રમે રૂ. 100 કરોડ અને રૂ. 85 કરોડના બોન્ડ ખરીદ્યા હતા.


ઈલેક્ટોરલ બોન્ડના ડેટામાં એવા ખરીદદારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમણે તેમની વ્યક્તિગત ક્ષમતામાં બોન્ડ ખરીદ્યા છે, અને કેટલાક કિસ્સાઓમાં નામ કોર્પોરેટ દાતાઓના ડિરેક્ટરો અને વરિષ્ઠ મેનેજમેન્ટ કર્મચારીઓ સાથે મેળ ખાય છે. જો કે, આવા દાતાઓને વિશ્લેષણ માટે ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા કારણ કે કંપનીઓ સાથેના તેમના સંબંધો સ્પષ્ટ રીતે સ્થાપિત કરવા માટે તેમના નામોને અનન્ય ઓળખકર્તા તરીકે ગણી શકાય નહીં. રસપ્રદ વાત એ છે કે ઇલેક્ટોરલ બોન્ડના મોટા ખરીદદારોમાંના ઘણાએ તેમના બોન્ડની ખરીદી માટે ઘણી બધી ગ્રૂપ કંપનીઓનો ઉપયોગ કર્યો ન હતો. ટોચના ખરીદદાર, સેન્ટિયાગો માર્ટિન્સ ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસે, માત્ર એક કંપની દ્વારા રૂ. 1,350 કરોડથી વધુના બોન્ડ્સ ખરીદ્યા હોવાનું જણાય છે.


માઇનિંગ અને એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની વેદાંતે પણ એક કંપની દ્વારા રૂ. 400 કરોડથી વધુના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા. ટોરેન્ટ ગ્રૂપે રૂ. 180 કરોડથી વધુના બોન્ડ બે કંપનીઓ દ્વારા ખરીદ્યા હતા, જ્યારે ભારતી એરટેલ ગ્રૂપે લગભગ રૂ. 250 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવા માટે ત્રણ કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. બીજા ક્રમના સૌથી મોટા ખરીદદાર - મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરએ ચાર ગ્રુપ કંપનીઓ દ્વારા આશરે રૂ. 1,230 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા. ત્રીજા ક્રમના સૌથી મોટા ખરીદદાર કેવેન્ટર જૂથે ચાર ગ્રુપ કંપનીઓ દ્વારા રૂ. 615 કરોડથી વધુના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News