પાલીતાણામાં જીએસટીની બોગસ પેઢીઓ બનાવવાના ગુન્હામાં ૧૫ આરોપીઓ વિરુદ્ધ કુલ-૧૧,૨૨૮ પાનાનુ પ્રથમ ચાર્જશીટ કરતી SIT

  • May 05, 2023 12:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

કુલ- રૂ.૧૧,૦૨,૧૦,૧૧,૧૦૨ રૂપિયાનુ કૌભાંડ કરી કુલ- રૂ.૧,૨૨,૩૬,૨૮,૭૦૯ કર ચોરી 


પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જી.એસ.ટી.ની બોગસ પેઢીઓ બનાવવાના ચકચારી ગુન્હામાં કુલ-૧૫ આરોપીઓ કુલ- ૧૧,૦૨,૧૦,૧૧,૧૦૨ (અગીયારસો બે કરોડ, દસ લાખ, અગીયાર હજાર, એકસો બે) રૂપિયાનુ કૌભાંડ કરી કુલ-૧,૨૨,૩૬,૨૮,૭૦૯ (એકસો બાવીસ કરોડ, છત્રીસ લાખ, અન્નીયાવીસ હજાર, સાતસો નવ) રૂપિયાની કર ચોરી કરેલ હોય જે આરોપીઓ વિરૂધ્ધ કુલ-૧૧,૨૨૮ પાનાનુ પ્રથમ ચાર્જશીટ કરતી SIT ટીમ કર્યું હતું 


ભાવનગર જીલ્લામાં અશિક્ષીત અને ગરીબ માણસો પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તે ડોકયુમેન્ટોનો ઉપયોગ કરી આધારકાર્ડ માથી નવુ સીમકાર્ડ ખરીદી અને આધારકેન્દ્રમા જઇ માણસોના આધારકાર્ડમા નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી અને તેના આધારે જી.એસ.ટીની વેબસાઇટ ઉપર થી સદર માણસોના નામે નવો જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તીતવમા લાવી ખોટી રીતે જી.એસ.ટી નંબર મેળવી તેની ઉપર બોગસ બીલીંગનું કામ કરી સરકારને ભરવાના ટેક્ષના નાણાની ઉચાપત આ બોગસ પેઢીઓ નો ઉપયોગ કરતા હોય જે બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા ૧ ગુન્હો તથા નિલમબાગ પોલીસ સ્ટેશનમા ૨ ગુન્હા તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં-૧ ગુન્હો એમ કુલ-૪ ગુન્હા ઉપરોકત બાબતે ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪ મુજબ ગુનાઓ દાખલ કરવામા આવેલ હોય


જે બાબતેની સરકારએ ગંભીરતા લઇ ગુજરાત રાજયના ડી.જી.પી. દ્વારા ઉપરોકત ગુન્હાની તટસ્થ તપાસ થવા સારૂ ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારના અધ્યક્ષ સ્થાને એક સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામા આવેલ છે.


ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારના માર્ગદર્શન અને સુચના મુજબ SIT ના A.S.P. શિવમ વર્મા તથા શજીતેન્દ્ર અગ્રવાલ તથા D.Y.S.P. રાધીકા ભારાઇની માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ. આર.એન.વિરાણી તથા કે.જી. ચાવડા દ્વારા પાલીતાણા ટાઉન પો.સ્ટે.ના ગુન્હામાં કુલ-૧૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને જેઓએ ગુન્હામાં ઉપયોગમાં લીધેલ મોબાઇલ ફોન તથા લેપટોપ વિગેરે ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી હતી


અને જે પરીક્ષણ અર્થે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલી આપેલ છે અને કુલ-૪૬૧ બોગસ પેઢીઓ પૈકીની કુલ-૨૩૬ પેઢીઓમાં આરોપીઓ કુલ- ૧૧,૦૨,૧૦,૧૧,૧૦૨ (અગીયારસો બે કરોડ, દસ લાખ, અગીયાર હજાર, એકસો બે) રૂપિયાનુ કૌભાંડ કરી કુલ- ૧,૨૨,૩૬,૨૮,૭૦૯.(એકસો બાવીસ કરોડ, છત્રીસ લાખ, અઠ્ઠીયાવીસ હજાર, સાતસો નવ) રૂપિયાની કર ચોરી કરેલ હોય જે કુલ-૧૫ આરોપીઓ વિરૂધ્ધ કુલ-૧૧,૨૨૮ પાનાનું પ્રથમ ચાર્જશીટ તપાસ કરનાર અધિકારી આર.એન. વિરાણી નાઓ કરેલ છે


આ કામગીરીમાં સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ના વડા ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારની સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application