ગલ્ફ કન્ટ્રીઝમાં ફિલ્મ ફાઈટર પર પ્રતિબંધ, ક્લિક કરીને જાણો પ્રતિબંધ પાછળ શું છે કારણ?

  • January 24, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દીપિકા પાદુકોણ અને રિતિક રોશનની ફાઈટર રિલીઝ થવાની ખૂબ નજીક છે. ફિલ્મને રિલીઝ પહેલા જ દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગના મામલે પણ ફિલ્મ રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન સેન્સર બોર્ડે ફિલ્મના કેટલાક સીન પર કાતર પણ લગાવી હતી. ફિલ્મના ટ્રેલરને મળી રહેલી પ્રશંસા વચ્ચે મેકર્સને મોટો ફટકો પડ્યો છે. જીહા, યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સિવાય તમામ ગલ્ફ દેશોમાં ફાઈટર ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સવાલ એ છે કે આખરે પ્રતિબંધ શા માટે મૂકાયો છે.


ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલમાં બહેરીન, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોનો સમાવેશ થાય છે. જેમાના ઘણા દેશોમાં બોલિવૂડ ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે. પણ એક રિપોર્ટ અનુસાર ફાઇટર ફિલ્મ ગલ્ફ દેશોમાં રિલીઝ નહીં થાય. જીહા, આ સમાચાર મેકર્સ માટે આંચકાથી ઓછા આંકી શકાય તેમ નથી. આમ, ફિલ્મ રિલીઝ થતા મેકર્સને પણ નુકસાન સહન કરવું પડશે.


આપને જણાવી દઇએ કે ખાડી દેશોમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનું કારણ તેનો વિષય હોવાનું કહેવાય રહ્યું છે. ફાઈટરની વાર્તામાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના પાકિસ્તાન પર હવાઈ હુમલો કરતી દર્શાવવામાં આવી છે. ખાસ તો આ ફિલ્મની વાર્તા પુલવામા અટેક પર આધારિત છે. જે દરેક ભારતીયને ફિલ્મ જોવા માટે મજબૂર કરશે. પરંતુ આ વિષય ગલ્ફ દેશોમાં બતાવવામાં નહીં આવે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ત્યારે ફિલ્મ રસિકો ફિલ્મ નિહાળવા માટે ખૂબ જ ઉત્સુક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application