બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં કાલે માવઠાની ભીતિ

  • January 27, 2023 08:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અરબી સમુદ્રમાં જોવા મળી રહેલા ટ્રફ અને રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનિક સકર્યુલેશનની અસરના ભાગપે આવતીકાલે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અનેક સ્થળે કમોસમી વરસાદની ચેતવણી હવામાન ખાતા દ્રારા આપવામાં આવી છે.



આજે સવારે બંગાળની ખાડીમાં સાયકલોનિક સકર્યુલેશન જોવા મળ્યું હતું અને સાથોસાથ સાઉથ ઇસ્ટ દિશામાં લો પ્રેશર સર્જાયું છે. બંગાળની ખાડીની આ સિસ્ટમની અસરના ભાગપે ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ તામિલનાડુ મહારાષ્ટ્ર્રના દરિયામાં કરટં જોવા મળી રહ્યો છે. પ્રતિ કલાકના ૪૦ થી ૫૦  ની ઝડપ ાઈ પવન ફંકાયરહ્યો છે અને માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું આ લોપ્રેશર આગામી ત્રણ દિવસ દરમિયાન વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં ગતિ કરશે અને તેના કારણે તામિલનાડુના શ્રીલંકાને જોડતા દરિયામાં પ્રતિ કલાકના ૫૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાઈ રહ્યો છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે.



પવનના કારણે ગિરનાર રોપ–વે ત્રીજા દિવસે પણ બધં રખાયો
ગિરનાર પર્વત પર  આજે  ૫૫ કિલોમીટરની ઝડપે પવન ફંકાયો હતો શહેર કરતાં છ થી સાત ગણી વધુ મીની વાવાઝોડાની ગતિએ પવનની ઝડપને પગલે ગિરનાર રોપવે સતત ત્રીજા દિવસે બધં રાખવામાં આવ્યો હતો જૂનાગઢમાં સુસ્વાટા સાથે બર્ફીલા પવન ને પગલે શહેરીજનો હાડ થીજવતી ઠંડી સાથે ધ્રુજી ઉઠા છે. છેલ્લા ત્રણ દિવસથી પવનની ગતિમાં વધારા સાથે ઠંડીમાં પણ વધારો થયો છે ત્યારે ગઈકાલે રાત્રે પવનની તીવ્રતામાં વધારાને લઈ બારી બારણાઓ સતત ખખડતા મીની વાવાઝોડા જેવો અનુભવ થયો હતો તો સાથે જ પવનની ગતિમાં વધારાથી કડકડતી ઠંડી નો શહેરીજનોને અનુભવ થયો હતો.  ગઈકાલે શહેરમાં ૯.૩ ની ઝડપે પવન ફંકાયો હતો ગિરનાર પર્વત પર શહેર કરતાં સાત ગણો વધુ ૬૮ કિલોમીટરની ઝડપે પવન નોંધાયો હતો જેમાં આજે થોડો ઘટાડો થયો હતો .  આજે નોંધાયેલા હવામાનમાં લઘુતમ તાપમાન  શહેર ૧૨.૭,ભવનાથ તળેટી ૧૦.૭ગિરનાર પર્વત ૭.૭  ભેજ ૬૪ ટકા અને ૯.૨ ની ઝડપે સુસવાટા મારતા પવનને પગલે વાતાવરણ ઠંડુગાર થયું છે. ગિરનાર પર્વત પર આજે શહેર કરતાં ૬ ગણી વધુ  ૫૫ કિલોમીટરની ઝડપે પવન ફંકાતા રોપવે સતત ત્રીજા દિવસે બધં રાખવામાં આવ્યો હતો. શહેરીજનો ઠંડીથી બચવા  ગરમ વક્રોમાં ઢબુડાયેલા અને ઠેર ઠેર તાપણા અને ગરમ કાવો અને ચા ની ચૂસકી લેતા જોવા મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application