કોલકાતાના ડૉક્ટર મર્ડર કેસમાં હાલ સમગ્ર દેશમાં ડૉક્ટરોનો વિરોધ ચાલી રહ્યો છે. દેશભરના ડોકટરો તેમના સાથીને ન્યાય આપાવવા ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે છેલ્લા 8 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે ડોક્ટરોની હડતાળ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, "ડોક્ટરોએ હડતાળ પર ઉતરીને 12 લોકોની હત્યા કરી છે. આ હત્યાકાંડ માટે કોણ જવાબદાર છે?"
પપ્પુ યાદવે પૂછ્યું કે, "જો કોલકાતા ગેંગ રેપમાં માત્ર ડોકટરો જ સંડોવાયેલા જોવા મળે તો શું તમામ ડોકટરો તે બળાત્કારની જવાબદારી લેશે?" તેમને પૂછ્યું કે, જ્યાં ડોક્ટર બળાત્કારી હોય ત્યાં આ ડોક્ટર સમાજ કેમ મૌન થઈ જાય છે?
બિહારમાં પણ પટનાની ચાર મોટી હોસ્પિટલ, AIIMS પટના, IGIMS, PMCH-NMCHના ડૉક્ટરો છેલ્લા એક સપ્તાહથી હડતાળ પર છે. રાજ્યની મોટાભાગની હોસ્પિટલોમાં ડોક્ટરો હડતાળ પર છે. છેલ્લા એક સપ્તાહથી ઓપીડી સેવા બંધ છે. જો કે, ઈમરજન્સી સેવાઓ ચાલુ છે. ઈમરજન્સી-ટ્રોમામાં સિનિયર ડૉક્ટરો ઈમરજન્સી ઓપરેશન કરી રહ્યા છે.
IMAએ લોકસભા અધ્યક્ષને લખ્યો હતો પત્ર
પપ્પુ યાદવના આ નિવેદનની ઈન્ડિયન મેડિકલ એસોસિએશન બિહાર શાખા દ્વારા સખત નિંદા કરવામાં આવી છે. IMAના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.સહજાનંદ પ્રસાદ સિંહ અને સંયોજક ડૉ.અજય કુમારે કહ્યું કે, જો ડૉક્ટરો સામૂહિક બળાત્કારમાં દોષિત ઠરશે તો આંદોલનકારી ડૉક્ટરો તેની જવાબદારી લેશે.
ડૉ.અજય કુમારે કહ્યું કે જો પપ્પુ યાદવ માફી નહીં માંગે તો IMA તેમની સામે મોરચો ખોલશે. તેમણે કહ્યું કે લોકસભાના અધ્યક્ષને પત્ર લખીને તેમની ફરિયાદ કરવામાં આવી છે.
શું છે ડોકટરોની માંગ?
ડોક્ટરોની માંગ છે કે, કોલકાતા હત્યાકાંડના હત્યારાને કડકમાં કડક સજા મળવી જોઈએ. ડોકટરો હત્યારાને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. તેમજ ડોકટરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે, તેઓ દરેક હોસ્પિટલમાં ડોકટરો માટે પાયાની સુવિધાઓ પુનઃસ્થાપિત કરવા માંગ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech