દાઉદની પુત્રીના નિકાહમાં મધ્યપ્રદેશથી ગયું હતું ગાઉન, દરજીને મળ્યા હતા એક કરોડ રૂપિયા

  • August 20, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખુબ ઓછા લોકો જાણે છે કે, ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમની પુત્રી માહખના નિકાહનું કનેકશન મધ્યપ્રદેશ સાથે છે. દાઉદની દીકરીના લગ્ન  માટેનો ગાઉન મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના દરજીએ બનાવ્યું હતું. આ ગાઉન બનાવનાર દરજી કરોડપતિ બની ગયો હતો. બાદમાં તેને ઈન્દોરના હાઈપ્રોફાઈલ અપહરણ કાંડ કયુ હતું. મધ્યપ્રદેશના એક નિવૃત્ત આઈપીએસ અધિકારીએ પોતાના નવા પુસ્તકમાં ચોંકાવનારો ખુલાસો કર્યેા છે. ૧૯૮૬ની બેચના આઈપીએસ ઓફીસર ૩૪ વર્ષની નોકરી બાદ રિટાયર થયા છે. શ્રીવાસ્તવે લખ્યું કે દાઉદની પુત્રી માહખના લ જુલાઈ ૨૦૦૫માં મક્કામાં થયા હતા.
શ્રી વાસ્તવે ખુલાસો કર્યેા કે, છોટ રાજનના ગુર્ગા મેહરોત્રાનું અસલી નામ વિક્કી યાદવ છે. યારે વિક્કીની ધરપકડ કરવામાં આવી ત્યારે તમામ તેને મેહરોત્રા માનતા હતા, પરંતુ ધરપકડ બાદ ખુલાસો થયો. તેને જણાવ્યું કે, શાહખ ખાનની ફિલ્મથી પ્રભાવિત થઈને તેને પોતાનું નામ બદલ્યું હતું


ઈન્દોરમાં દારૂ વ્યાપારની ધમકી
વર્ષ ૨૦૦૪માં વિક્કી મલ્હોત્રાએ બેંકોકથી ઈન્દોરના દા વ્યાપારને ધમકી ભર્યેા ફોન કરી ૪ કરોડ પિયા માંગ્યા હતા. વ્યાપારીએ ઈન્દોર પોલીસ સાથે સંપર્ક કર્યેા અને મોબાઈલ નંબર આપ્યો. જો કે, આ જ નંબરની મદદથી વિક્કી મુંબઈમાં પકડાયો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News