BREAKING NEWS

ખંભાળિયા: રાવલ ગામમાં પુત્રની બીમારીથી વ્યથિત પિતાએ જિંદગી ટૂંકાવી

  • May 11, 2026 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: રાવલ ગામમાં પુત્રની બીમારીથી વ્યથિત પિતાએ જિંદગી ટૂંકાવી

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પોલાભાઈ કારાભાઈ ગામી નાના ૮૦ વર્ષના વૃદ્ધએ ગઈકાલે રવિવારે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
​​​​​​​
મૃતકના પુત્રને છેલ્લા આશરે દસેક વર્ષથી કેન્સરની ગંભીર બીમારી હોય અને આ બીમારીનું બે વખત ઓપરેશન કરવામાં આવ્યું હોવા છતાં પણ તેને સારું થતું ન હોવાથી આ બાબતે તેમને મનમાં લાગી આવતા તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર રામાભાઈ પોલાભાઈ ગામી (ઉ.વ. ૪૧, રહે. રાવલ) એ કલ્યાણપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application