રાજકોટ તાલુકાના જામગઢ ગામની સીમમાં રહેતા ખેડૂત રમેશભાઇ સોમાભાઇ ઉતેડીયા(ઉ.વ ૩૫) દ્વારા કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના મોટાભાઇના જમાઇ અને સાથે ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. ખેડૂતે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે અહીં તેના વૃધ્ધ માતા દુધીબેન સાથે રહે છે ગામની સીમમાં આવેલી આઠ એકર જમીનમાં ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઇકાલે સવારના રમેશભાઇ બાઇક લઇ બારવણ ગામે કામ સબબ ગયા હતાં.બાદમાં અગિયાર વાગ્યા આસપાસ પરત ફરતા હતાં ત્યારે ચાંચડીયા ગામના પાદરથી થોડે દુર પહોંચતા અહીં તળાવ પાસે મોટાભાઇ છગનભાનો જમાઇ રણજીત હેમંતભાઇ મકવાણા(રહે. બેડલા) તથા તેની સાથે ત્રણ અજાણ્યા શખસો હોય તે બાઇક સાઇડમાં રાખી ઉભા હતાં.બાદમાં તેણે રમેશભાઇને રોકયા હતાં.દરમિયાન આ રણજીતે કહ્યું હતું કે,તમે એકલા જ કેમ બધી જમીન વાવો છો મારા સસરા કે બીજા ભાઇઓને કેમ ભાગ આપતા નથી.જેથી રમેશભાઇએ કહ્યું હતું કે, હું મારા વૃધ્ધ બાને સાચવું છે અને જયાં સુધી તે બા જીવે છે ત્યાં સુધી કોઇને હક હિસ્સો મળશે નહીં.આ સાંભળી રણજીત ઉશ્કેરાય ગયો હતો અને તેની સાથેના બે શખસોને કહ્યું હતું કે આને પડકી રાખો બાઇકમાંથી પાઇપ લઇને આવું છું આજે આના ટાંટીયા ભાંગી નાંખવા છે.બાદમાં તે બાઇકમાંથી પાઇપ લઇને આવ્યો હતો અને સાથેના બે શખસોએ રમેશભાઇને પકડી રાખ્યા હતાં.બાદમાં રણજીતે તેમને પગના ભાગે પાઇપના ઘા ફટકાર્યા હતાં. દરમિયાન અહીંથી ગામના વલ્લભભાઇ પસાર થતા તેણે ફરિયાદીને વધુ મારમાથી બચાવ્યા હતાં. આ સમયે રણજીતે ધમકી આપી હતી કે,જમીનના ભાયુ ભાગ કરી નાખજો નહીંતર હવે બીજી વાર જીવતા નહીં જવા દઉં તેવી ધમકી આપી હતી.બાદમાં રમેશભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમને પગમાં ફ્રેકચર થઇ ગયાનું માલુમ પડયું હતું.
રમેશભાઇએ નોંધાવેલી ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા સાત વર્ષથી તેમના વૃધ્ધ માતાની સાર સંભાળ રાખતા હોય જેથી તેમની બધી જમીન પર તે એકલા જ વાવતા હોય જેથી બીજા ભાઇઓ સાથે જમીન બાબતે મનદુ:ખ ચાલતું હોય જેથી તેનો ખાર રાખી મોટાભાઇના જમાઇ અને તેની સાથેના બે શખસોએ મળી આ હુમલો કર્યો હતો.આ અંગે ખેડૂતની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એ.બી.ઝાલા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમ્યુનિ. આવાસો ભાડે આપનારનું આવી બનશે: નવી નીતિ ઘડાઇ
March 06, 2025 03:30 PMએક જ દિવસમાં ૨૨ પાર્સલ ચોરી એકની ડિલિવરી કરી રોકડી પણ કરી લીધી’તી
March 06, 2025 03:28 PMસુપ્રીમની યુપી સરકારને ફટકાર, કહ્યું હવે તમે જ ઘર બનાવી આપો
March 06, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech