BREAKING NEWS

સલાયા કસ્ટમ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકની ઠોકરથી વીજ પોલ તૂટી પડ્યો

  • July 01, 2026 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા કસ્ટમ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકની ઠોકરથી વીજ પોલ તૂટી પડ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના કસ્ટમ રોડ પર એક વીજપોલ તૂટી પડ્યો હતો. અજાણ્યા વાહન ચાલકની ઠોકરથી આ ઘટના બની હતી, જેના કારણે વીજવાયરો સાથેનો પોલ નમી ગયો હતો.ચાલુ વીજવાયરો સાથે પોલ નમી જતાં થોડા સમય માટે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે તાત્કાલિક  ટીમને જાણ કરવામાં આવી હતી.
​​​​​​​
આ બાબતની માહિતી મળતા જ પીજીવીસીએલના લાઇનમેન સહિતના સ્ટાફના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાવ્યો અને  પીજીવીસીએલની મદદથી તૂટેલા વીજપોલને હટાવી દીધો હતો. વાયરોને વ્યવસ્થિત કર્યા બાદ વિસ્તારમાં વીજળી પુરવઠો ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો. સમયસરની કાર્યવાહી અને સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application