BREAKING NEWS

જામનગર: ઈલેક્ટ્રીક વાહનની બેટરીના ભાવમાં દોઢ ગણો વધારો

  • July 01, 2026 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ઈલેક્ટ્રીક વાહનની બેટરીના ભાવમાં દોઢ ગણો વધારો

ઈંધણના ભાવ વધારાની અસર વાહન અને બેટરી ઉપર 

છેલ્લા પાંચેક મહિનાથી ચાલી રહેલ અમેરીકા-ઈઝરાયેલ-ઈરાન યુધ્ધ પૂર્ણ થઈ ગયું તેમ માની લઈએ તો પણ ગત પાંચ માસમાં આ યુધ્ધના લીધે ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેની અસર જોવા મળી છે.કારણ કે પેટ્રોલ,ડીઝલ,ગેસની સપ્લાય પર યુધ્ધનો અવરોધ આવેલ જેને લીધે તેની અસર દેશના સમગ્ર અર્થતંત્ર પર જોવા મળી અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેરમાં જનતાને ઈંધણ બચાવવા સાયકલનો તેમજ પરિવહન માટે સરકારી બસોનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

ઈંધણના ભાવ વધારાના પગલે ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી તરફ ગ્રાહકોનો ધસારો થયો હોવાથી ઈલેક્ટ્રીક વાહનોના ભાવમાં વધારો થવા પામ્યો છે સાથોસાથ ઈલેક્ટ્રીક વાહનોમાં આવતી બેટરીના ભાવમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

ઈંધણના ભાવ વધારાના પગલે ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી વધી હોવાથી તેની અસર બેટરી બજાર પડી છે પહેલા હાજરમાં ન હોતી હવે હાજરમાં છે તો ઈવી બેટરીના ભાવમાં દોઢ ગણો વધારો થવા પામ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લિથિયમ બેટરીએ રિચાર્જેબલ ઉર્જા સંગ્રહ સાધન છે જે તેની ઊંચી ઊર્જા ઘનતા હળવા વજન અને લાંબા આયુષ્ય માટે જાણીતી છે. તે સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વાહનો  અને ઘરમાં ઇન્વર્ટર-સોલાર પાવર બેકઅપ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજી છે.

હાલમાં ઇલેકટ્રીક વાહનોમાં બેટરીની સપ્લાય ઓછી મળતી હોવાથી ૫૦ થી ૬૦ ગ્રાહકોના બુકીંગ બેટરીના કારણે - પેન્ડીંગ છે. ઈંધણના ભાવ વધારાના પગલે ઇલેકટ્રીક વાહોનની ખરીદી વધી હોવાથી તેના કારણે આ વાહનોમાં પણ પાંચ થી છ હજારનો સરેરાશ વધારો થવા પામ્યો છે. કારણ કે બેટરીની સપ્લાય ઓછી તેમજ ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં વધારો થવાથી તેની અસર ઇલેકટ્રીક વાહન પર પડી છે. તેમ ઇલેકટ્રીક ટુવ્હીલર વાહનોના ડીલર મોઇઝભાઇએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.

જામનગરના જાણીતા સ્ટાર ગોલ્ડ બેટરી વિક્રેતા નવનીતભાઈ પાણસરાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લીથીયમ બેટરીમાં ચાયના અને કોરીયાની મોનોપોલી છે તેનું ભારતમાં મેનુફેકચરીગ નથી અમો જે બેટરી બનાવીએ છીએ તે વ્હીકલના સ્ટાર્ટઅપ માટેની બેટરી તથા ખેતીવાડીની પંપમાં આવે છે તે બેટરી બનાવીએ છીએ તેને લીથેયમ સાથે લેવા દેવા નથી હાલમાં ચાયના કોરીયા થી સી ગ્રેડના સેલમાંથી એસ્મેબલ બનાવવામાં આવે છે તેથી હાલમાં ઈવી બેટરી બજારની સ્થિતિ કફોડી છે.
​​​​​​​
ઈંધણના ભાવ વધારાના પગલે ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી વધી હોવાથી તેની અસર બેટરી બજાર પડી છે પહેલા હાજરમાં ન હોતી હવે હાજરમાં છે તો ઈવી બેટરીના ભાવમાં દોઢ ગણો વધારો થવા પામ્યો છે.બેટરી માટે ચાયના ઉપર આપણે નિર્ભર છીએ બેટરીના સેલ્સ દેશમાં બનતા નથી જે ઈવી બેટરી ૧૮ હજારમાં મળતી હતી તેના ભાવ ૨૯ થી ૩૦ હજાર જેટલા થયા છે.તેમ જામનગરના બેટરી વિક્રેતા ઓકસીન એનર્જીના બિપીનભાઈ સાવલીયાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application