સૌરાષ્ટ્રમાં આઠ ડેમમાં દોઢ ફૂટ સુધીની આવક: ૨૪ ડેમ સાઇટ ઉપર અડધોથી ૪ ઇંચ વરસાદ

  • July 27, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફોફળ ડેમ ઉપર દોઢ ઇંચ, ભાદર, વેરી, સસોઇ ઉપર બે, રંગમતી અને રૂપાવટી ડેમ ઉપર ચાર ઇંચ વરસાદ




રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આઠ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં દોઢ ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે, જ્યારે ૨૪ ડેમ સાઇટ ઉપર અડધોથી ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.



વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ કન્ટ્રોલ રૂમના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ખોડા પીપરમાં ૦.૩૩ ફૂટ, ભાદર-૨માં દોઢ ફૂટ, ઘેલો સોમનાથમાં અડધો ફૂટ, માલગઢમાં ૦.૩૩ ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-૨માં ૦.૩૩ ફૂટ, ડેમી-૧માં ૦.૦૩ ફૂટ, ડેમી-૨માં ૦.૧૬ ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લાના ધારી ડેમમાં એક ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે. જ્યારે કુલ ૮૨માંથી ૨૪ ડેમ સાઇટ ઉપર અડધોથી ૪ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે


જેમાં જામ કંડોરણા પંથકના ફોફળ ડેમ ઉપર દોઢ ઇંચ, જેતપુર પાસેના ભાદર-૧ ડેમ અને ગોંડલના વેરી તળાવ અને જામનગર જિલ્લાના સસોઇ ડેમ ઉપર બે ઇંચ તેમજ રંગમતી અને રૂપાવટી ડેમ ઉપર ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વિવિધ જિલ્લાની અન્ય ડેમ સાઇટ ઉપર ૧૦ મીમીથી ૪૫ મીમી સુધી વરસાદ નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application