સૈનિક સ્કૂલ બાલાચડીના કેડેટસ માટે શૈક્ષણિક-કમ-પ્રેરક પ્રવાસ યોજાયો

  • April 08, 2023 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરના ધોરણ-૬, ૭, ૮ અને ૯ ના કેડેટ્સ માટે ગુજરાત અને રાજસ્થાનના વિવિધ સ્થળોએ શૈક્ષણિક સહ પ્રેરક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ-૬, ૭, ૮ ના કેડેટ્સે સોમનાથ, દીવ, જૂનાગઢ અને સાસણગીરની મુલાકાત લીધી હતી, જ્યારે ધોરણ-૯ ના ૭૫ કેડેટ્સ અને ૮ માં ધોરણના ૧૫ કેડેટ્સે અમદાવાદ, ગાંધીનગર અને માઉન્ટ આબુની મુલાકાત લીધી હતી.


કેડેટના સર્વાગી વિકાસ માટે શૈક્ષણિક પ્રવાસો ખૂબ જ મહત્વપૂર્ણ છે, શાળાથી દૂર આ એક મજાથી ભરપૂર સફર હતી જ્યાં કેડેટ્સને તદ્દન અલગ વાતાવરણમાં શીખવાની તક મળી અને ગુજરાત અને રાજસ્થાનના સમૃદ્ધ વારસાથી પોતાને સમૃદ્ધ બનાવ્યા છે.
વર્ગ-૬, ૭ અને ૮ ના કેડેટ્સે સોમનાથમાં ’સોમનાથ મંદિર’, ’ભાલકા તીર્થ, ’ત્રિવેણી સંગમ’, ’ગીતા મંદિર’ અને નજીકના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેઓને લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા પ્રસિદ્ધ સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેઓએ ’દીવ કિલ્લો’, ’ગોઘા અને નાગોઆ બીચ’ ’સંત પોલ ચર્ચ’, પ્રાચીન ’લાઇટ હાઉસ’, દીવમાં ’આઈએનએસ ખુકરી’ની પેરિફેરલ મુલાકાત, ભવનાથ મહાદેવ મંદિર, ’શકરબાગ ઝૂ’, ’ગીરનાર તળેટી’, જૂનાગઢ અને સાસણગીરમાં દેવળીયા પાર્કની પણ મુલાકાત લીધી હતી.


જ્યારે વર્ગ-૯ અને કેટલાક વર્ગ-૮ ના કેડેટ્સને ગુજરાતમાં વિધાનસભા ભવન, ગાંધીનગર અને ’સાયન્સ સિટી’ની મુલાકાત લેવાની તક મળી. કેડેટ્સે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, જામનગર (ઉત્તર) અને બાદમાં ઓબ્સાના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજસ્થાનના માઉન્ટ આબુમાં અંબાજી મંદિર, દિલવારા જૈન મંદિર અને નક્કી તળાવની મુલાકાત લીધા બાદ કેડેટ્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application