મિયાત્રા ગામમાં ડ્રાઇવરને માર મારી અપાતી ધમકી

  • August 21, 2023 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક મિયાત્રા ગામમાં પથ્થરો ભરીને ગાડી લઇને નીકળેલા ડ્રાઇવરને અપશબ્દો કહી ઢીકાપાટુનો માર મારી અમારા ગામમાં ગાડી લઇને આવતો નહીં તેમ કહીને ધમકી દીધાની પાંચ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.


જામનગર રોડ માધાપર ચોકડી પાસે સંજયનગર શેરી નં. ૧માં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી હરેશ મેણંદભાઇ રાઠોડ (ઉ.વ.૨૯)ની ગાડી નં. જીજે૧૭વાય-૯૪૯૮ મિયાત્રા ગામની સીમમાં આવેલ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં  નામની લીઝમાંથી પથ્થર ભરીને વિજરખી મુકામે મેરે કાના સ્ટોન ક્રશર ઉપર ખાલી કરવાનું કામ ચાલુ હોય અને ફરીયાદીના ડ્રાઇવર ગાડી લઇને મિયાત્રા ગામેથી પસાર થતા હતા.
દરમ્યાન મિયાત્રા ગામના પ્રતાપસિંહ તથા અશોકસિંહ બંનેએ ગાડી રોકાવી ફરીયાદીના ડ્રાઇવર કમલેશભાઇને અમારા ગામમાંથી આ ભારે વાહન ગાડીઓ અહીં કેમ ચલાવો છો તેમ કહીને ડ્રાઇવરને અપશબ્દો કહી ઢીકાપાટુનો માર મારીને જતા રહયા હતા.


બાદમાં થોડીવાર પછી મિયાત્રા ગામના દિનેશસિંહ, અજીતસિંહ તથા રામભાઇ બધાએ પણ કમલેશભાઇને અમારા ગામમાં ગાડી લઇને બીજીવાર આવતો નહી તેમ કહી ગાળો કાઢી ફરીવાર આવીશ તો તારા ટાંટીયા ભાંગી નાખશુ તેવી જાનથી મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી.


ઉપરોકત બનાવ અંગે હરેશભાઇ રાઠોડ દ્વારા ગઇકાલે પંચ-એમાં મિયાત્રા ગામના પ્રતાપસિંહ કંચવા, અશોકસિંહ કંચવા, દિનેશસિંહ કેર, અજીતસિંહ કંચવા તથા રામ કરમુર નામના પાંચ શખ્સો વિરુઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application