જામનગર: ધ્રોલ નજીક બંધ પડેલ ટ્રકના ઠાઠામાં ભટકાડતા ડ્રાઇવરને ઇજા
બેદરકારીથી અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ફરીયાદ
જોડીયાથી ધ્રોલ આવતા પતારીયાના પુલ પાસે ટ્રકના ચાલકે બેદરકારીથી ચલાવીને બંધ પડેલ ટ્રકના ઠાઠામાં ભટકાડતા આધેડને ઇજાઓ પહોચાડી હતી આ અંગે ટ્રકના ચાલક સામે ધ્રોલ પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.
મુળ એમ.પી.ના હમીરગઢ ગામના હાલ પોરબંદર બિરલા કંપની ખાતે રહેતા ડ્રાઇવીંગ કરતા ગોપાલ શિવલાલ ધાકડ (ઉ.વ.૪૯)ની ટ્રક નં. જીજે૨૫યુ-૭૫૦૧માં ટાયર ફાટી જતા ગત તા. ૩૧ના વહેલી સવારના બધા ઇન્ડીકેટર ચાલુ કરીને રોડની સાઇડમાં બંધ હાલતમાં રાખી હતી અને ફરીયાદી કેબીનમાં સુઇ ગયા હતા.
એ દરમ્યાન જોડીયાથી ધ્રોલ આવતા હાઇવે પતારીયાના પુલથી વડલી પાસેના પાટીયા નજીક ટ્રક નં. જીજે૧૮બીવી-૨૪૪૮ના ચાલકે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીની બંધ પડેલ ટ્રકના ઠાઠામાં ભટકાડી પલ્ટી મરાવી દેતા ફરીયાદીને આંગળી અને કમળના ભાગે ઇજા પહોચી હતી, ગોપાલભાઇ દ્વારા આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ટ્રક નં. જીજે૧૮બીવી-૨૪૪૮ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.