જામનગર -રાજકોટ ધોરીમાર્ગ ફ્લલા ની ગોળાઈ પાસે શાકભાજી ભરેલું વાહન પલટી ખાઈ જતાં તેના ચાલકનું અંતરિયાળ મૃત્યુ
જામનગર રાજકોટ ધોરી માર્ગ ગઈકાલે વધુ એક વખત રક્તરંજીત બન્યા છે. એક કેરી વાહન તેના ચાલકની બેદરકારી ના કારણે પલટી મારી ગયું હતું.
જે અકસ્માતમાં વાહનના ચાલક ભાવનગર પંથક ના એક યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. પોલીસ વધુ તપાસ ચલાવે છે.
પંચ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, નરેશભાઈ ચુડાસમા (રહેવાસી ત્રાંબક, ભાવનગર) પોતાના કેરી વાહનમાં શાકભાજી ભરી જઈ રહ્યા હતા ત્યારે બેફામ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતાં રોડ સાઇડના નાળામાં પલટી મારી દીધી હતી.
આ અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું
આ બનાવ અંગે પોલીસે બી.એન.એસ કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા મોટર વાહન અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.