આજે અડધા જામનગરમાં પીવાના પાણીનું વિતરણ બંધ રહેતા ગૃહિણીઓ પરેશાન
સોલેરીયમ ઝોન, નવાગામ ઘેડ, બેડી, સમર્પણ ઝોન-બી અને ગુલાબનગર ઝોન-એ વિસ્તારમાં પાઇપ -લાઇન રીપેરીંગને કારણે આજે પાણી અપાશે નહીં, આવતીકાલથી રૂટ વાઇઝ પાણી વિતરણ થશે.
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદીમાં જણાવાયું છે કે, આજ તા.૦૫/૦૫/૨૦૨૬ મંગળવારના રોજ સમર્પણ ઈ.એસ.આર.ખાતે જુના સમ્પના ડીમોલેશન કામમા પમ્પીંગ મશીનરીઓ શીફટીંગ કરવાનુ કામ તેમજ ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટથી સીટીમાં પાણી પહોચાડતી ૧૧૦૦ એમ.એમ.ડાયાની મુખ્ય પાઈપ લાઈનમાં ધુંવાવ પાસે લીકેજ રીપેરીંગનુ કામ કરવાનુ હોવાથી નીચે દર્શાવેલા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
જામનગર શહેરમાં જે સ્થળોએ પાણી વિતરણ બંધ રહેશે, તે વિસ્તારોમાં સોલેરીયમ ઝોન હેઠળ આવતા વિસ્તારો ગાંધીનગર મેઈન રોડ, મોમાઈનગર-૧ થી ૫, ગોકુલધામ, નહેરૂનગર, મચ્છરનગર, શાંતીનગર, શાસ્ત્રીનગર, લાબહાદુર સોસા.,પટેલ કોલોની ૧ થી ૧૨ મગલબાગ ૧ થી ૪, આહીર બોડીંગ પુનાતર હોસ્પીટલ વાળો વિસ્તાર, વાલ્કેશ્વરીનગર, સ્વસ્તીક સોસા., પારસ સોસાયટી, સદગુરૂ કોલોની, હિંમતનગર ૧ થી ૫, જયંત સોસાયટી, દ્વારકેશ સોસાયટી, વિકાસગૃહ રોડ, રામેશ્વરનગર, માતૃઆશીષ, પટેલ કોલોની ૧ થી ૮ રોડ નં.૪, પટેલવાડી વિગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત નવાગામ ઘેડ ઝોન હેઠળ આવતા ખડખડનગર, વિનાયક પાર્ક, જાશોલીયા સોસાયટી, ગાયત્રી ચોક, સિધ્ધેશ્વર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, દલીતવાસ, માડમફળી, ઈન્દીરા-એ, મધુવન સોસાયટી, ઈન્દીરા-બી,આનંદ સોસાયટી, મીલન સોસાયટી, માતૃઆશીષ-૪ અને ૫,કબીરનગર જશવંત સોસાયટી, નાઘેરવાસ, સરસ્વતી સોસાયટી, માસ્તર સોસાયટી, તથા વિમલપાર્ક, માટેલ ચોક, માટેલ ચોક, રાજરાજેશ્વરી, ગાયત્રીનગર ગાયત્રીનગર, જલારામ નગર, શિવમ એસ્ટેટ, ગાયત્રીનગર, વિનાયક પાર્ક, કિષ્ના પાર્ક, શકિત પાર્ક, નવજીવન, પટેલ વાડી, નિર્મળનગર, ભોળેશ્વર, રામેશ્વરનગર, સંસ્કાર દિપ, ગાયત્રી શેરી નં.૧,૨,૩, નંદન પાર્ક, બાપુનગર, રાઠોડ ફળી, પરમાર ફળી, ગોપાલ ચોક, ૮૦ કવાર્ટર મધુરમ રેસીડેન્સી વિસ્તારો બેડી ઝોન હેઠળના વિસ્તારો આવશે.
આ ઉપરાંત થરી-૧,૨, ઈકબાલ ચોક, શેરે રજા ચોક, પીરોટન ચોક, જામા મસ્જીદ ચાંદની ચોક કરીમ જામનુ નાકુ, દેનાબેંક મીલ વિસ્તાર, જોડીયાવાળો ડેલો, હાઉસીંગ બોર્ડ, પાંચની ચાલી, વૈશાલીનગર-૧ થી૭, રામમંદિર ચોક, અઢીની ચાલી, ધરારનગર, પાણાખાણ, જુનુ, એકડે એક બાપુ વિસ્તાર, જોડીયા ભુંગા ગરીબનગર, પાણાખાણ નવી લાઈન, દિવેલીયા ચાલી, જુનુ પાણાખાણ નવુ પાણાખાણ, સલીમ બાપુના મદ્રેશા, વિગેરે તેમજ સમર્પણ ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો કામદાર કોલોની, શક્તિનગર, ખોડીયાર કોલોની, મેહુલનગર, રાજનગર, ફીયોનીકા નિલકમલ, આરામ કોલોની, આશાપુરા સોસાયટી, હિમાલય સોસાયટી, કોળીનો દંગો સોનલનગર, ધરારનગર-૨, સરલાબેન ત્રિવેદીભવન આવાસ, ફુલચંદ તંબોલીભવન આવાસ, ગોલ્ડન સીટી, એમ.પી.શાહ ઉદ્યોગનગર, રામનગર વિગેરે વિસ્તારો, ગુલાબનગર ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો ગુલાબનગર વિસ્તાર, વિભાપર આવેલી સોસાયટીઓ, મોહનનગર, સત્ય સાંઈ નગર, નારાયણનગ૨, ચીનહુડ, સરદાર પાર્ક, હાજી પીર શેરી, હનુમાન મંદિર વાળી શેરી, અંબાજીનો ચોક, પઠાણ ફળી, અવારા ચકલો, મચ્છીપીઠ, ફકીરવાડો, આશાપુરા મંદિર વાળો વિસ્તાર, કુંભારવાડો, પખાલીવાડ, ખાટકીવાડ, કોડીવાળ, ભોયવાડો, વાઘે૨વાડો, સુયાની ફાળી, દાવલશાફળી, કેડુ ફળી,ચંપા કુંજ, સવાભાઈની શેરી, નદીપા, પટણીવાડ વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
ઉપરોક્ત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લઈને સહકાર આપવા જામનગર મહાનગરપાલિકાની અખબારી પ્રસિધ્ધ કરી લોકોને અનુરોધ કરાયો છે.