BREAKING NEWS

દ્વારકામાં ડો. બાબાસાહેબની જન્મજયંતિની ભવ્ય ઉજવણી

  • April 15, 2026 03:45 PM 

દ્વારકામાં ડો. બાબાસાહેબની જન્મજયંતિની ભવ્ય ઉજવણી


ભારતનાં ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે દ્વારકાથી એક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે દ્વારકાથી મીઠાપુર સુરજકરાડી ઝંડાચોક ખાતે પુર્ણ થઇ હતી. આ રેલીનું વડવાળા સહિતનાં ગામોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં ગ્રામજનો આ રેલીમાં જોડાયા હતા. ત્યારબાદ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. દ્વારકા, મીઠાપુર, સુરજકરાડી, આરંભડા, વરવાળા સહિતનાં ગામોમાં ધજા, પતાકા અને પોસ્ટરોથી શણગાર કરવામાં આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News