મહારાષ્ટ્રના હિંગોલીમાં 4.5 અને 3.6ની તીવ્રતાનો ભૂકંપ તો અરુણાચલ પ્રદેશમાં 3.7 અને 3.4ની તીવ્રતાના અનુભવાયા આંચકા : કોઈ જાનમાલનું નુકસાન નહી
આજે વહેલી સવારે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મહારાષ્ટ્રના હિંગોલીમાં સવારે લગભગ 6.08 વાગ્યે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. 6.19 કલાકે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વખતે ભૂકંપની તીવ્રતા 3.6 હતી. એટલે કે 10 મીનીટમાં 2 વાર ધરા ધ્રુજી હતી. અગાઉ અરુણાચલ પ્રદેશમાં બે કલાકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપનો પ્રથમ આંચકો અરુણાચલ પ્રદેશમાં નોંધાયો હતો. દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યમાં થોડા કલાકોના અંતરે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે રાત્રે 1.49 કલાકે પહેલો આંચકો નોંધાયો હતો. રાજ્યના પશ્ચિમ કામેંગમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. તેનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. બે કલાક પછી, અરુણાચલ પ્રદેશ ફરી એકવાર ભૂકંપના આંચકાથી હચમચી ગયું હતું. રાજ્યમાં સવારે 3.40 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ કામેંગ હતું. આ ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ 5 કિમી હતી. ભૂકંપ જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 થી 3.9 ની વચ્ચે હોય છે તેને નાના ધરતીકંપ તરીકે ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મહારાષ્ટ્રના હિંગોલીમાં 10 કિમીની ઊંડાઈએ હતું. સવારે 6.08 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી તો 10 મિનીટ બાદ જ 6.19 કલાકે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વખતે ભૂકંપની તીવ્રતા 3.6 હતી. અગાઉ અરુણાચલ પ્રદેશમાં બે કલાકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. 4 થી 4.9 ની તીવ્રતાવાળા ભૂકંપને હળવા ધરતીકંપ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં જે ભૂકંપ આવ્યો તે હળવી તીવ્રતાનો હતો, પરંતુ તેના કારણે લોકોના મનમાં ચોક્કસપણે ભય પેદા થયો છે. હિંગોલીમાં આંચકાની વધુ અસર અનુભવાતા કેટલાક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે, જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે અથવા ઘસાય છે, ત્યારે એકબીજા પર ચઢે છે અથવા તેનાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવાય છે. રિક્ટર સ્કેલનો ઉપયોગ ભૂકંપની તીવ્રતા માપવા માટે થાય છે. આ સ્કેલ 1 થી 9 સુધીનો છે, જેમાં 1 એ સૌથી ઓછી તીવ્રતા ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે અને 9 સૌથી વધુ તીવ્રતાનું પ્રતિનિધિત્વ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech