જામનગરના લાખેણા લાખોટા તળાવમાંથી શ્ર્વાનનો મૃતદેહ સાંપડયો
વોકીંગ અને જોગીંગ માટે આવતા શહેરીજનોમાં ભારે રોષ
કસરતના સાધનો પાસેની તળાવની દીવાલના કાંઠે પડયો તો
જામનગરના લાખેણા લાખોટા તળાવમાંથી શ્ર્વાનનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. આ બનાવથી વોકીંગ અને જોગીંગ માટે આવતા શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. કસરતના સાધનો પાસેની તળાવની દીવાલના કાંઠે શ્ર્વાનનો મૃતદેહ પડયો હોવાનું લોકોએ જણાવ્યું હતું.
જામનગરના લાખેણા લાખોટા તળાવની સફાઇ માટે મનપા દ્વારા મસમોટો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ તળાવમાં છાશવારે કચરાના ઢગલાથી આ ખર્ચ સામે સવાલો ઉઠે છે. આ સ્થિતિમાં તળાવમાંથી મંગળવારે શ્ર્વાનનો મૃતદેહ મળી આવતા ચકચાર સાથે આશ્ર્ચર્ય સર્જાયું છે. તળાવની પાળે જે સ્થળે કસરતના સાધનો રાખવામાં આવેલા છે ત્યાં તળાવની દીવાલના કાંઠે પાણીમાં શ્ર્વાનનો મૃતદેહ પડ્યો હોવાનું સવારે કસરત અને જોગીંગમાં આવતા શહેરીજનોએ જણાવ્યું હતું. તળાવમાં શ્ર્વાનો મૃતદેહ તરતો હોય આ બનાવથી શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. બીજી બાજુ તળાવમાં શ્ર્વાન કેવી રીતે પડયો અને મૃત્યુ કેવી રીતે થયું તે સહીત અનેક સવાલ લોકોમાં ઉઠ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application