જામનગરનાં જાણીતા કોર્પોરેટ ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવનાર અને ખૂબ સારા ફોટોગ્રાફરે બનાવી "ધરતી કે સ્વર્ગ મે ફિર એક બાર" કાશ્મીરનાં બે સમયનાં યાત્રા અનૂભવ વિશે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ
ધીરૂભાઇ અંબાણી ચેમ્બર હોલ ખાતે પ્રિમયર સ્ક્રીનીંગ યોજાયુ:નગરશ્રૈષ્ઠીઓ રહ્યા ઉપસ્થિત
---------------------------------
૧૯૮૭ની સાલ, ભારત માતાનાં મુકુટ સમાન કાશ્મીરમાં અલગાવવાદનાં પગરણની શરૂઆત થઈ ચૂકી હતી.
આ વેળાએ ૨૧ વરસની વયનાં જામનગરનાં બે યુવાનો કેતન કનખરા અને ઉર્મિલ શાહ લેહ લડાખ ટ્રેકિંગ કાર્યક્રમમાં જતી વખતે શ્રીનગરમાં પાંચ દિવસ રોકાણા હતા
એ સમયે તેમણે નિહાળેલ કાશ્મીરને સ્ટીલ ફોટોસ દ્વારા અફલાતૂન રીતે કંડારેલું હતું.
અને ૩૭ વરસના વહાણા વહી ગયા, સરકારો બદલી ગઈ અને ૩૭૦ ની કલમ રદ થયાં બાદ ૨૦૨૪ માં કેતનભાઈએ એમનાં પત્ની સાથે કાશ્મીર ગયા અને વર્તમાન સમયનું બખૂબી ઍક પીઢ કેમેરામેનની દૃષ્ટિએ તટસ્થ નિરીક્ષણ કરિને એક અવિસ્મરણીય ૧ કલાકની ડોક્યુમેન્ટરી ફિલ્મનું સર્જન કર્યુ છે.
દ્રશ્ય શ્રાવ્ય કલાનાં તમામ પાસાઓનાં એકદમ અનુભવી તેમણે આ ફિલ્મ ઉત્કૃષ્ટ રીતે બનાવી છે.
આ બે સમયની યાત્રાઓનાં અનૂભવની દસ્તાવેજી ફિલ્મ ને ઓટિટી પ્લેટફોર્મ સુઘી પહોંચાડવાની એમની નેમ છે.
આ ડોક્યુમેન્ટરી ફીલ્મનું પ્રિમયર સ્ક્રીનીંગ તથા જાહેર જનતા આ ડોક્યુમેન્ટરી ફિલ્મ વિશે જાણી શકે તે શુભ હેતુસર ધીરૂભાઇ અંબાણી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન શનીવારે સાંજે રાખવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં તનુજ મિડિયાના કેતન કનખરા દ્વારા ૧૯૮૭ની તથા ૨૦૨૪ની જર્નીની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.આ સમયે કનખરા પરિવારના હિતેનભાઈ કનખરા,તનુજ કનખરા,ડો.પંકજભાઈ ભાનુશાલી,ઉર્મિલ શાહ,જાણીતા ફિલ્મ સમિક્ષક અભિજિત વ્યાસ તથા જાણીતા ઉદઘોષક લલીત જોશી ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે તનુજ મિડિયાના કેતન કનખરા કન્સટ્રકશન તથા મિડિયાના વ્યવસાય સાથે સંકળાયેલા છે કંપનીઓની ફીલ્મોમાં મ્યુઝિક આલ્બમ સિનેમા એડવેટાઈઝમેન્ટ તથા અન્ય દસ્તાવેજી ફીલ્મો બનાવે છે.આગામી સમયમાં સૌરાષ્ટ્રનું પેરીસ જામનગર નવાનગર આઝાદી પહેલા કેવું હતું તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહ્યા છે આ ડોક્યુમેન્ટરી મારફત નવાનગરની ઐતિહાસિક સફરે લઈ જશે.
પત્રકાર પરિષદ બાદ ડોક્યુમેન્ટરી ફીલ્મનું સ્ક્રીનીંગ ચેમ્બર હોલના પડદે યોજાયું હતું, જામનગરના ઉપસ્થિત રાજકીય અગ્રણીઓ નગરશ્રૈષ્ઠીઓ,પત્રકારો કાશ્મીરની ૧૯૮૭ની સ્થિતિ તથા ૨૦૨૪ની હરખ થાય તેવી સ્થિતિ જોઈને ભારત માતા કી જયનો નાદ સરી પડ્યો હતો જેમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા,ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા,પૂર્વ ભાજપ શહેર અધ્યક્ષ હિતેનભાઈ ભટ્ટ, મુકેશભાઈ દાસાણી, હસમુખભાઈ હિન્ડોચા પત્રકારો, નગરશ્રૈષ્ઠીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો બાથરૂમ માટે ટાઈલ્સ સિલેક્ટ કરવામાં કરશો આ ભૂલ તો બાથરૂમ દેખાશે હંમેશા ગંદુ
May 14, 2025 03:30 PMચાર દિવસમાં કામ કરતી વખતે શ્રમિકના અકસ્માતે મૃત્યુ થવાની ત્રીજી ઘટના
May 14, 2025 03:14 PMયુવતીને ઘરની બહાર બોલાવી છેડતી, હડધુત કરવાના ગુનાના ૩ આરોપીના જામીન મંજુર
May 14, 2025 03:14 PMજસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ બન્યા ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ, જાણો તેમના વિશે બધું જ
May 14, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech