વેરાવળ: પાક. જેલમાંથી ૮૦ માછીમારો માદરે વતન પહોંચ્યા: પરિવારજનોના તહેવારો સુધરી ગયા

  • November 17, 2023 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે એક તરફ દેશભરમાં દિવાળી નુતન વર્ષનો પર્વ ઉજવાઈ રહ્યું હતું ચોમેર ભારે આતસબાજી વચ્ચે પાકિસ્તાન જેલમાંથી મુક્ત થઈ અને ૮૦ માછીમારો વેરાવળ પહોંચ્યા હતા ત્યારે વહેલી સવારથી મોડી રાત સુધી ભારે માત્રામાં માછીમારોના સ્વજનો ચાતક નજરે પોતાનો સ્વજન ક્યારે પોતાને મળશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.


દિવાળીના પર્વની મોડી સાંજે આજે બે સ્પેશિયલ બસ દ્વારા વડોદરાથી વેરાવળ સુધી ફીસરકસ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ૮૦ માછીમારોને વેરાવળ લવાયા હતા તે પૂર્વે તમામ માછીમારોનું વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ અને પૂછપરછ કરાયા બાદ તમામ માછીમારો જ્યારે વેરાવળ પહોંચ્યા ત્યારે બસમાંથી નીચે ઉતરતાની સાથે જ માછીમારો અને તેમના સ્વજનો ભારત માતાકી જય.. ના નારાઓ સાથે તમામ માછીમારોનું સ્વાગત કરાયું હતું અનેક માછીમારો છેલ્લ ા ત્રણ વર્ષથી પાકિસ્તાન જેલમાં કેદ હતા ત્યારે અગાઉ જેવો ના નામ મુક્ત થવા છતાં યાદીમાં ન હતા તેવા ત્રણ વર્ષ કેદની સજા ભોગવી પાકિસ્તાનથી આજે ભારત પહોંચી અને દિવાળીની સાંજે પોતાના સ્વજનોને મળતા હર્ષના આંસુઓ સાથે સૌ ભેટી પડ્યા હતા. તો ખરા અર્થમાં દિવાળી અને નૂતન વર્ષ માછીમાર રોના પરિવારમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ લાવ્યો હતો
​​​​​​​
માછીમારો જ્યારે પોતાના સ્વજનોને મળ્યા ત્યારે તમામને ફૂલોનો હાર પહેરાવી હર્ષના આંસુઓ સાથે ભેટી અને દરેકે તેમને આવકાર્યા હતા તો બીજી તરફ માછીમાર આગેવાનોએ એવી વેદના વ્યક્ત કરી છે કે પાકિસ્તાન જેલની અંદર બાર જેટલા માછીમારો મોતને ભેટ્યા છે અને તેનું કારણ એવું મનાય છે કે તેઓને પૂરતી યોગ્ય સારવાર અપાતી નથી અને તેમનું મૃત્યુ થાય છે મૃત્યુ થયા બાદ પણ બે ચાર માસ બાદ તેમની લાશ તેમના પરિવારને અંતિમ ક્રિયા માટે પહોંચાડાય છે આ બાબતે ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર બંનેને માછીમારો દ્વારા રજૂઆત કરાય છે કે પાકિસ્તાન જેલમાં યોગ્ય સારવાર કરાવાય અને જ્યારે માછીમારનું મૃત્યુ થાય ત્યારે માનવતાના ધોરણે તાકીદે તેમનો મૃતદેહ તેમના સ્વજનોને પહોંચાડાય. ત્યારે આજે ૮૦ માછીમારો માદરે વતન પહોંચ્યા છે. તો હજુ ૧૮૪ જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે તેઓની જલ્દી મુક્તિ થાય તેવું માછીમારો ઈચ્છી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application