BREAKING NEWS

જામનગર જિલ્લામાં ધ્રોલ કેન્દ્રનું  સૌથી વધુ ૯૩ ટકા પરિણામ અને​​​​​​​ સૌથી ઓછું સિક્કા કેન્દ્રનું ૬૭.૫ ટકા પરિણામ જાહેર

  • May 06, 2026 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં ધ્રોલ કેન્દ્રનું  સૌથી વધુ ૯૩ ટકા પરિણામ અને​​​​​​​ સૌથી ઓછું સિક્કા કેન્દ્રનું ૬૭.૫ ટકા પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાનું કુલ પરિણામ ૮૪.૮  ટકા નોંધાયું છે.

જિલ્લાના કેન્દ્ર મુજબ જોવામાં આવે તો ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ ૯૩ .૦ ટકા પરિણામ નોંધાયું છે, જ્યારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું ૬૭.૦૫ ટકા પરિણામ રહ્યું છે.

જામજોધપુર કેન્દ્રમાં કુલ ૧,૧૭૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૧૦૦૮ ટકા વિદ્યાર્થીઓ પાસ થતા કુલ ૮૬.૮ ટકા પરિણામ નોંધાયું છે. જામનગર શહેર કેન્દ્રમાં કુલ ૨૪,૭૩૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૨,૪૩૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને કુલ ૮૩. ૫૬ ટકા પરિણામ નોંધાયું છે.

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૫,૨૫૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૪,૫૫૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેથી અહીં ૮૬.૭૫ ટકા પરિણામ નોંધાયું છે. કાલાવડ કેન્દ્રમાં કુલ ૧,૪૧૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૧,૧૬૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને કુલ ૮૨.૯ ટકા પરિણામ આવ્યું છે.

જોડિયા કેન્દ્રમાં કુલ ૩૪૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૩૧૭ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાથી અહીં ૯૧ પોઈન્ટ નવ ટકા પરિણામ નોંધાયું છે. લાલપુર કેન્દ્રમાં કુલ ૧,૦૨૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૭૭૬ વિદ્યાર્થીઓ પાસ થતા અહીં ૭૬.૦૦ટકા પરિણામ નોંધાયું છે.

સિક્કા કેન્દ્રમાં કુલ ૪૩૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૨૯૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેથી અહીં ૮૩.૨૨ ટકા પરિણામ નોંધાયું છે. આ રીતે જામનગર જિલ્લામાં આ વર્ષે સરેરાશથી સારું પરિણામ નોંધાતા શિક્ષણ જગતમાં આનંદની લાગણી વ્યાપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application