પ્રભાસપાટણ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થે આવતા યાત્રિકોને સોમનાથ ટ્રસ્ટ ભોજનાલય આવવા માટે શોર્ટકટ થી બાજુની કમ્પાઉન્ડ વોલ ટપીને પણ કયારેક આવવું પડે છે તેમજ એ લોકોમાંના જુના સોમનાથ દર્શન કરી ફરી એ રીતે વંડી ટપી નવા સોમનાથ દર્શને જાય છે આથી લોકો જરિયાત એ છે કે એ કમ્પાઉન્ડ વોલ તોડી ત્યાંથી રીતસર આવવા – જવાનો માર્ગ કરી આપવો જરી છે કારણ કે સોમનાથ ટ્રસ્ટે જુના સોમનાથ પાસેના કોમ્પ્લેકસ ખસેડતી વખતે સોમનાથ ટ્રસ્ટે હૈયાધારણ આપેલું હતું કે ભોજનાલય પાસેથી સીધો રસ્તો સ્વદેશી હાટ ગેઈટ સુધી જોડાશે પણ હજુ સુધી આવું કઈં થયેલ નથી જેથી સ્વદેશી હાટ વેપાર ધંધા વગર કફોડી હાલતમાં છે માટે સોમનાથ ટ્રસ્ટ આ દિવાલ કાઢી સ્વદેશી હાટનો ધંધો રોજગાર વધે તેવા ઉપાયો કરી નાના ધંધાદારીઓને આ કપરા સમયમાં મદદપ થવાની જર છે