રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા ધીરૂભાઈ અંબાણી ક્રિકેટ ટુર્નામેન્ટ

  • January 03, 2023 10:09 PM 

રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા ફાઉન્ડર ચેરમેન ધીરૂભાઈ અંબાણીની ૯૦ મી જન્મ જયંતિ અને મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સના પૂરાં થયેલાં વીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ રિલાયન્સ ફેમિલી-ડે ઉત્સવના અંતિમ દિવસે તા. ૩૧ મી ડિસેમ્બરે મોટીખાવડી ખાતે દસ ગામની યુવા ટીમો વચ્ચે ધીરુભાઈ અંબાણી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.


રિલાયન્સના વાઇસ પ્રેસીડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં તમામ ટીમોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. વિજેતા અને રનર્સ અપ ટીમને મેડલ અને ટ્રોફીથી પુરસ્કૃત કરવાની સાથે  મેચ ઓફીસીઅલ્સ અને વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા-મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ બોલરને પણ ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટનું  ગુજરાત ટેનીસ ક્રિકેટ એસોસીએશન દ્વારા યુ-ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી હતી, જે હજારો દર્શકોએ નિહાળી હતી. આ ઉપરાંત મેચ અપડેટ્સ પણ પર લાઈવ શેર કરાઇ હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application