'દેવો કે દેવ મહાદેવ'ના 'શિવ-પાર્વતી'ના ઘરે પારણું બંધાયું, મોહિત રૈનાએ શેર કરી પહેલી જલક

  • March 17, 2023 09:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાના પડદા અને બોલિવૂડ ફિલ્મોના એક્ટર મોહિત રૈના પિતા બની ગયા છે. તેમની પત્ની અદિતિ શર્માએ પુત્રીને જન્મ આપ્યો છે. મોહિત રૈનાએ સોશિયલ મીડિયા પર લિટલ એન્જલની પહેલી ઝલક બતાવી છે. માતા-પિતા બનવા પર ચાહકો આ કપલને ઘણી બધી શુભેચ્છાઓ અને અભિનંદન આપી રહ્યા છે.

મોહિત રૈનાએ તેની પુત્રીનો પહેલો ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જોકે, તેણે લિટલ એન્જલનો ચહેરો બતાવ્યો નથી. તસવીરમાં મોહિત રૈના દીકરીનો નાનો હાથ પકડેલો જોવા મળે છે. અભિનેતાએ ફોટોની સાથે એક ક્યૂટ નોટ પણ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, 'અને પછી અમે ત્રણ આવા બની ગયા. બાળકીનું આ દુનિયામાં સ્વાગત છે. આ સાથે મોહિત રૈનાએ રેડ હાર્ટ ઈમોજી પણ બનાવ્યું છે.

અભિનેતાની આ પોસ્ટ પર સેલેબ્સથી લઈને ચાહકો આ કપલને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે.  થોડા સમય પહેલા મોહિત રૈના અને અદિતિ શર્માના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે લગ્ન પછી બંનેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. જો કે, મોહિત રૈનાએ આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા. 

મોહિત રૈના ટીવી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ સિવાય મોહિત રૈના ઘણી વેબ સિરીઝનો ભાગ રહી ચૂક્યો છે જેમાં 'કાફિર', 'ભૌકાલ', 'મુંબઈ ડાયરીઝ 26/11'નો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application