મહુવા-સુરત એક્સપ્રેસ ટ્રેનનું પ્રાયોગિક સ્ટોપેજ ચાલુ રાખવાનો નિર્ણય

  • May 09, 2023 12:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રેલવે મંત્રાલયના આદેશ મુજબ, પશ્ચિમ રેલવે, ભાવનગર ડિવિઝનના દામનગર સ્ટેશન પર મહુવા-સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે 27.01.2023 થી 6 મહિના માટે શરૂ કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી આદેશો સુધી આ ટ્રેનના પ્રાયોગિક સ્ટોપેજને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનનું વિગતવાર માહિતી આ મુજબ છે

મહુવાથી સુરત જતી મહુવા-સુરત એક્સપ્રેસનો દામનગર રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 20.59/21.00 વાગ્યે છે. આ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર દામનગર સ્ટેશન પર ઉભી રહે છે.

તેવી જ રીતે, સુરતથી મહુવા જતી સુરત-મહુવા એક્સપ્રેસનો દામનગર રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 07.10/07.11 વાગ્યે છે. આ ટ્રેન પણ દામનગર સ્ટેશન પર અઠવાડિયામાં 5 દિવસ મંગળવાર, બુધવાર, શુક્રવાર, રવિવાર અને સોમવાર ઉભી રહે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application