સીએ સાથે ડેટિંગ કરવું યુવતીને મોંઘુ પડ્યું, બ્રેકઅપ પછી યુવકનું ચોંકાવનારું કારનામું

  • June 26, 2024 08:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયાના આ જમાનામાં તમે કપલના બ્રેકઅપની ઘણી વાતો સાંભળી હશે. અલગ થયા પછી, ઘણી વખત યુગલો સારા મિત્રો બની જાય છે અને એકબીજા સાથે જીવનભર ફ્રેન્ડ બનીને રહે છે. કેટલાક કપલ્સ એવા હોય છે જે અલગ થયા પછી એકબીજાની સામે જોવાનું પણ પસંદ કરતા નથી અને ઘણીવાર ઝઘડતા હોય છે અને ખર્ચાયેલા પૈસાનો હિસાબ પણ માંગતા હોય છે.

આ પ્રકારની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડથી અલગ થયા બાદ તેના સમગ્ર ખર્ચનો હિસાબ મોકલી આપ્યો હતો. આ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કહે છે કે ભાઈ રિલેશનશિપને બિઝનેસ માને છે. જ્યાં કોઈ કહે છે કે ભાઈ, છોકરી ખર્ચ માંગશે તો તમે આપી શકશો નહીં, હવે બ્રેકઅપની આ ફની સ્ટોરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


આ પોસ્ટ ટ્વિટર પર શેર કરવામાં આવી છે જે વાયરલ થઈ રહી છે. યુવતીએ પોસ્ટ ઉપર લખ્યું છે કે સીએમાં સી એટલે ચિંદી ચોર. આ પછી તેણે લખ્યું કે મારી રૂમમેટ એક વખત આદિત્ય નામના સીએને ડેટ કર્યો હતો, બ્રેક અપ પછી અને તેણે તેના સંબંધો દરમિયાન થયેલા તમામ ખર્ચની એક્સેલ શીટ મોકલી હતી.


જ્યારે બંનેનું બ્રેકઅપ થયું, ત્યારે તેણે તેના તમામ ખર્ચની એક્સેલ શીટ મોકલી જેમાં 18% ટેક્સની સાથે તેના જન્મદિવસની ગિફ્ટ પણ સામેલ હતી. આ છોકરાએ બીજી ઘણી બધી બાબતો પણ ધ્યાનમાં રાખી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application