ડેઈલી ડાયરી વ્યાજખોરો પર ક્રાઈમ બ્રાંચની ધોંસ: ૨૫થી વધુને ઉઠાવ્યા

  • February 09, 2023 10:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડાયરીઓમાં હિસાબો મળ્યા, કેટલાંકમાં સામેથી ફરિયાદી બોલાવી ગુના નોંધાયા, ઘણાખરાને કાપીને મુકત કરી દેવાયા હોવાની ચર્ચા




રાય સરકારની વ્યાજખોરો સામેની ઝુંબેશમાં રાજકોટ શહેરમાં પણ પોલીસ દ્રારા લોકદરબારો યોજાયા, વ્યાજખોરો સામે ગુનાઓ નોંધાયા પરંતુ ડેઈલી ડાયરી સ્કીમવાળા પરંતુ મોટા દૂષણરૂપ હોવાથી આબાદ બચતા રહેતા હોય ક્રાઈમ બ્રાંચે હવે ડેઈલી ડાયરી વ્યાજખોરો સામે ધોંસ બોલાવી છે. છેલ્લા ત્રણેક દિવસથી ૨૦થી વધુ આવા વ્યાજધંધાર્થીઓને ઉઠાવીને પૂછતાછ આરંભી ફરિયાદીઓને શોધી ગુના નોંધ્યાની કાર્યવાહી ઉપરાંત ગોઠવણો પણ આરંભાઈ હોવાનું જાણવા મળે છે.





રાજકોટ શહેરમાં નાના ધંધાર્થીઓ ખાસ કરીને શાકભાજી, રોજિંદી ચીજવસ્તુઓ ખરીદીને વેચતા રેકડીધારકો, ફેરિયાઓ ઉપરાંત આવા વેપારીઓ ડેઈલી ડાયરી પર ૧૦ હજારથી લાખ રૂપિયા કે આવી એમાઉન્ટ ડેઈલી ડાયરી વ્યાજે મેળવે છે. દશ હજાર સામે જેવો વ્યાજખોર એ મુજબ ૧૦૦૦કે ૧૫૦૦૦ની રકમ કાપીને ૯૦૦૦, ૮૫૦૦ જરૂરિયાતમંદને આપે અને રોજિંદા દશ હજારની રકમ પર ૧૦૦ રૂપિયાનો હો ૧૦૦ દિવસ સુધી વસૂલતો આમ તો આ વ્યાજ વ્યાજે લેનારને ત્રણ ટકા કે પાંચ ટકા ગણાવવામાં આવે પણ જેવી રીતે રોજના સોથી વધુ ૧૦૦૦ રૂપિયા વસુલવામાં આવે તે રકમ પરનું આંકલન થાય તો અંદાજે ૧૫ ટકા કે તેથી વધુનું વ્યાજ થતું હોય છે.
આ રકમનું ટર્ન ઓવર જોવાય તો ડેઈલી ડાયરીમાં એક લાખની રકમથી વ્વાજનો ધંધો શરૂ કરનારને ડાયરીની રકમ ફરતી રહે તે કાઉન્ટિંગ મુજબ વ્યાજખોરની એક લાખની મૂડી કદાચ એક ત્તર્ષમાં જ ડબલ થઈ જાય અને વ્યાજમાં મળતી આ તોતિંગ રકમનો ચસ્કો વધતો જાય છે. મહત્તમપણે ડેઈલી ડાયરી પર વ્યાજે નાણા લેનારા વ્યકિતઓ નાના માણસો હોવાથી કદાચિત કયાં કોને ફરિયાદ કરવી તે જ્ઞાનથી પણ અજાણ હોય છે અને ડરપોક હોય છે. 'આજકાલ' સમાચાર દ્રારા ડેઈલી ડાયરીમાં સરેરાશ ૨૦ ટકા વ્યાજ, આ દૈત્ય કોણ ડામશે?ના શિર્ષક સાથે ગત મનિ તા.૧૭ના રોજ અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો જેમાં ડેઈલી વ્યાજખોરો કેવી રીતે શોષણ કરે છે તેની માહિતી દર્શાવાઈ હતી.





ડેઈલી ડાયરી વ્યાજખોરો સામે આમતો સીધા કોઈ ફરિયાદીઓ સામે આવતા હોતા નથી કારણ કે એકતો નાની રકમ અને બીજી તરફ વ્યાજ લેનાર વ્યકિત પણ અજાણ હોય છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્રારા આવા ડેઈલી ડાયરી વ્યાજખોરો પર ધોંસ બોલાવાનો આરભં થયો છે. અંદાજે આવા ૨૫થી વધુ ડેઈલી ડાયરી વ્યાજખોરોને છેલ્લા ત્રણેક દિવસથી ક્રાઈમ બ્રાંચની કચેરીએ લઈ અવાતા હોવાનું જાણવા મળે છે. વ્યાજખોરોને ત્યાં ઓચિંતા છાપા મારી ત્યાંથી મળેલા હિસાબ સાહિત્યોમાં રોજિંદા જેવી વ્યાજની રકમ એ મુજબ ટૂંકા નામો સાથે ઉદાહરણરૂપે રમેશના ૩૦૦ રૂપિયા અથવા તો વ્યકિતના નામ અને સરનેમના એબીસીડી કે ગુજરાતી મૂળાક્ષરમાં એના ૨૦૦ સીના ૫૦૦ કે ગના ૫૦૦ મના ૪૦૦ રૂપિયા જેવા હિસાબો લખાયેલી ડાયરીઓ સાહિત્ય હાથ લાગ્યું હતું.




પોલીસ દ્રારા ટૂંકા નામો કોના વ્યાજે લેનારા કોણ? તે બાબતે પૂછતાછ પણ કરાઈ રહી હોવાનું અથવા તો આવી ડાયરી ટૂંકા નામોમાં કોઈ ફરિયાદીઓ સામેથી મળતા કે આવતા ન હોવાથી આવા ડેઈલી ડાયરી વ્યાજખોરોને જ કોઈ ફરિયાદી ઉભો કરવા નહીં તો પોલીસ સરકાર તરફે ફરિયાદી બનશેનું કહેવાતા સાણા વ્યાજ ધંધાર્થીઓ પણ જો સરકાર પક્ષે પોલીસ ફરિયાદી બને તો અઘરૂ થઈ પડે એથી તો પોતાનો જ કોઈ અંગત માણસ ફરિયાદી બનાવી દેવાતો હોવાનું જેથી કરી કેસ ચાલે ત્યારે સરળતાથી છટકબારી મળી શકે તેવો પણ વિચાર હશેને ફરિયાદી આપતા હશેની ચર્ચા છે. એક એવી પણ ચર્ચા છે કે લવાયેલા કેટલાંકમાં ભલામણો તો કેટલાક કપાયા કે કાપી નાખ્યા બાદ મૂકત કરી દેવાયા છે જયારે હજી કેટલાંક પર લટકતી તલવાર છે. જો કે, ઉપરોકત હાલતો અંદરથી બહાર આવેલી ખરી ખોટી વાતો મુજબ માની શકાય. કાણ કે પોલીસે પ્રથમ વખત સારા હિતમાં ડેઈલી ડાયરી વ્યાજખોરો પર ધોંસ બોલાવી છે જે સારી બાબત ગણી શકાય કારણ કે, જો પોલીસ આવી રીતે સામેથી જ આવા વ્યાજખોરોને ઉઠાવી લાવે પૂછતાછ કરે તો કમસેકમ આવા ખુલ્લેઆમ બિંદાસ્ત ડેઈલી ડાયરી ચલાવતા વ્યાજખોરો થોડાઘણા અંશે કંટ્રોલમાં રહી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application