લાખાજીરાજ ગવર્મેન્ટ બોયસ હોસ્ટેલની છતમાંથી પોપડાઓ પડ્યા : ગંદકી,પ્રાથમિક સુવિધાઓનો અભાવ

  • August 01, 2023 09:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




રાજકોટ શહેરમાં DH કેમ્પસમાં આવેલી આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ રોહિતસિંહ રાજપૂતને રજુઆત કરી હતી કે, હોસ્ટેલના અનેક રૂમમાં વરસાદનું પાણી પડે છે, મચ્છર અને ગંદકી એટલી છે કે વિદ્યાર્થીઓ ખુબ માંદા પડે છે. બાથરૂમમાં સાફ સફાઈ થતી નથી એટલે 100 વિદ્યાર્થીઓ વચ્ચે બે જ બાથરૂમ ચાલુ છે જેને લીધે લાઈન માં ઉભા રેહવું પડે છે અને કોલેજ પર વિદ્યાર્થીઓ મોડા પહોંચીયે છે. પીવાનું પાણી ચોખ્ખું નથી મળી રહ્યું,આરઓ પ્લાન્ટ બંધ હાલતમાં છે.  હોસ્ટેલની બહારના ભાગમાં પણ મોટું મોટું ઘાસ ઉગ્યું જેના લીધે નાગ, જીવજંતુઓ અનેક વાર નીકળ્યા હોવાથી ભયના માહોલમાં રેહવું પડે છે. અહીંયા અનેક એવા રૂમ છે કે જેમાં છતના પોપડાઓ પડે તેમ છે જેથી વિદ્યાર્થીઓના જીવના જોખમે સરખું વાંચી પણ નથી શકતા.

 
આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, જામનગર અને જૂનાગઢમાં તાજેતરમાં જ જર્જરિત ઇમારતો પડ્યા બાદ પણ રાજકોટનું તંત્ર ઘોર નિંદ્રામાં છે. ભાવિ ડોક્ટરોને હોસ્ટેલમાં જો પ્રાથમિક સુવિધાઓ ના મળતી હોય તે શરમજનક બાબત કહેવાય ! વિદ્યાર્થીઓના જીવ પર જોખમ છે તાત્કાલિક હોસ્ટેલનું રીનોવેશન કરવામાં આવે તેમજ આ વિદ્યાર્થીઓને અન્ય હોસ્ટેલમાં ટ્રાન્સફર કરી દેવા જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application