રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી

  • April 11, 2024 10:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. 


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે વરસાદને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. મહત્વનું છે કે, એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે અને દિનપ્રતિદિન તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.


આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગે 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application