↵
જામનગર: જોડીયામાં મહિલાને માર માર્યાની વળતી ફરીયાદ
છોકરાઓના ઝઘડા બાબતે સમજાવવા જતા મામલો ઉગ્ર બન્યો
જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં ફળીયામાં છોકરાઓ રમવાના મામલે પાડોશીઓ વચ્ચે તકરાર થઇ હતી જેમાં એક મહિલાએ ફરીયાદ નોંધાવ્યા બાદ સામા પક્ષે પણ વળતી ફરીયાદ કરવામાં આવી છે.
જોડીયાના મફતીયાપરામાં રહેતા અમીનાબેન રફીકભાઇ પરમલ (ઉ.વ.૩૬) ના ફળીયામાં ફરીયાદીના દીયર એજાઝ તથા તેમના પત્ની ફાતમાબેનનો દિકરો ફરીયાદીના દેરાણી સાબેરાબેનના દિકરા સાથે ફળીયામાં રમતા હતા. એ દરમ્યાન છોકરાઓ વચ્ચે ઝઘડો થતા આ બાબતે ફરીયાદી સાથે બોલાચાલી કરવા લાગ્યા હોય જેથી તેઓને સમજાવવા જતા આરોપીએ ફરીયાદીને જેમતેમ બોલી ચાવીમાં લગાવેલ કીચન જેવી વસ્તુથી કોણી પાસે ઉજરડા કરી તેમજ મહિલા આરોપીએ ફરીયાદીના વાળ ખેચી ઢીકાપાટુનો માર મારી તેમજ મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી.
અમીનાબેન દ્વારા આ બનાવ અંગે મફતીયા પ્લોટ વિસ્તારમાં એજાઝ ઇસ્માઇલ પરમલ અને ફાતમાબેન એજાઝ પરમલની વિરુઘ્ધ ગઇકાલે જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.