રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસનો વિરોધ : રાજકોટમાં જયુબેલી ગાર્ડન નજીક વિરોધ કરી રહેતા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની અટકાયત 

  • March 29, 2023 11:35 AM 

રાહુલ ગાંધીના સમર્થનમાં રાજ્યભરમાં કોંગ્રેસ વિરોધ કરી રહી છે. ત્યારે આજે રાજકોટમાં ફરી એક વખત રાજકોટ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા રોષ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા તમામ આગેવાન અને કાર્યકરોની અટકાયત કરી હતી. 

માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. 2019માં મોદી સરનેમ કેસમાં સુરત સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. જે પછી હવે રાહુલ ગાંધીએ તેમનું લોકસભાનું સંસદ પદ ગુમાવ્યુ છે. જેને લઇને કોંગ્રેસમાં રોષ ફાટી નીકળ્યો છે. સમગ્ર રાજ્યમાં આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને આગેવાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટ શહેરમાં જયુબેલી ચોક નજીક આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા નજીક રાજકોટ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નારેબાજી સાથે પોતાનો રોષ વ્યક્ત કરી રહેતા કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application