અશ્વિનને પૂરી કરી 500 વિકેટ, જેક ક્રોલીની વિકેટ લઈને બનાવ્યો રેકોર્ડ

  • February 16, 2024 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાના પ્રથમ દાવમાં 445 રનના જવાબમાં ઈંગ્લેન્ડે મજબૂત શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડે બીજા સત્રના અંત સુધીમાં 31 રન બનાવ્યા હતા અને ત્યારબાદ ત્રીજા સત્રની શરૂઆતમાં રનની ગતિ વધારી હતી. તેના માટે ઓપનર બેન ડકેટે માત્ર 39 બોલમાં જબરદસ્ત ફિફ્ટી ફટકારી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ બીજા દિવસે પોતાનો દાવ લંબાવ્યો અને 119 રન જોડ્યા અને 445 રનનો સ્કોર હાંસલ કર્યો હતો.


રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરી લીધી છે. તેણે જેક ક્રોલીની વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને સફળતા અપાવી અને આ સ્થાન હાંસલ કર્યું. ટી બ્રેક બાદ ઈંગ્લેન્ડે વધુ ઝડપી બેટિંગ કરી હતી. ખાસ કરીને બેન ડકેટે ઝડપથી રન બનાવ્યા અને માત્ર 39 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં મજબૂત શરૂઆત કરી છે અને ટી-બ્રેક સુધી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 31 રન બનાવી લીધા છે.


​​​​​​​


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application