BREAKING NEWS

જામનગર: મસીતીયા ગામમાં આવેલી કન્સ્ટ્રકશન સાઇટ મામલે સામસામે ફરિયાદો 

  • May 29, 2026 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મસીતીયા ગામમાં આવેલી કન્સ્ટ્રકશન સાઇટ મામલે સામસામે ફરિયાદો 

ન્યુ એરા કન્સ્ટ્રકશન​​​​​​​ સાઇટ અને દરેડ વિસ્તારની ઓફિસ ખાતે બનેલા બનાવ બાદ બંને પક્ષે નોંધાવી ફરિયાદ

જામનગર શહેરના પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યુએરા કન્સ્ટ્રકશન​​​​​​​ સાઇટ મામલે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધમકીના બનાવ બાદ બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદો નોંધાવવામાં આવતા પોલીસે ક્રોસ ગુનાઓ દાખલ કર્યા છે. આધારભૂત સૂત્રોમાંથી વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે બંને ફરિયાદી વચ્ચે છેલ્લા એક દોઢ વર્ષથી સિવિલ મેટર ચાલી રહી છે, મામલો જૂનો છે કોઈ પણ કારણે વિવાદ થયા બાદ અદાલતમાં મામલો ચાલી રહ્યો છે, આ દરમિયાન સામ સામે ફરિયાદ નોંધાઈ છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પ્રથમ બનાવ તા.૧૮ મે, ૨૦૨૬ ના રોજ સાંજના સમયે દરેડ ફેઝ-૩ વિસ્તારમાં આવેલી અપના ઇમ્પેક્સ ઓફિસ તેમજ મસીતીયા ગામની સીમમાં આવેલી ન્યુએરા કન્સ્ટ્રકશન​​​​​​​ સાઇટ ખાતે બન્યો હતો. ફરિયાદી અશોકભાઈ દેવશીભાઈ અકબરીએ આરોપી અહેમદ ઇકબાલભાઈ ખફી તથા અન્ય સામે ન્યુએરા સાઇટ પર ન આવવા ધમકી આપવી, બોલાચાલી કરવી તેમજ ઉશ્કેરણી કરવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ, મસીતીયા ગામના રહેવાસી અહેમદ ઇકબાલભાઈ ખફીએ પણ પંચ-બી ડિવિઝન પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે તેઓ પોતાના મોટા બાપુજીની ન્યુએરા સાઇટ પર ચોકીદારને પગાર આપવા ગયા હતા ત્યારે અશોકભાઈ અકબરીએ તેમને સ્થળ પરથી જવા માટે ધમકી આપી હતી. ઉપરાંત પોલીસ સ્ટેશન ખાતે પણ અપમાનજનક શબ્દો બોલી ઉશ્કેરણી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બંને ફરિયાદોના આધારે પંચ-બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૧(૨) અને ૩૫૨ મુજબ અલગ અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application