દ્વારકાના યુવાનને અપમાનિત કરવા સબબ છ શખ્સો સામે ફરિયાદ
દ્વારકા તાલુકાના મૂળવાસર ગામે રહેતા ધનાભાઈ ગોવાભાઈ ચાસીયા નામના ૨૦ વર્ષના યુવાન દ્વારા રસ્તા વચ્ચે પડેલા એક મોટરસાયકલનો વિડીયો ઉતારતા આ બાબતે થેલી બોલાચલી બાદ આરોપી દેવાંગભા કારુભા માણેક, શિવરાજ, નવીન પોલાભા, અર્જુન ડાડુભા, ભગવાનજી તેજાભા સુમણીયા અને રમેશભા સમૈયાભા માણેક નામના છ શખ્સોએ ફરિયાદી ધનાભાઈ તથા તેમના પિતા ગોવાભાઈ અને કાકા સાથે બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો.
આમ, વિડીયો ઉતારવા બાબતે આરોપીઓએ પિતા-પુત્ર સહિત ત્રણને મૂઢ માર મારી, જાતિ પ્રત્યે અપમાનિત કરી, હડધૂત કરતા આ સમગ્ર મામલે દ્વારકા પોલીસે બી.એન.એસ. અને એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ખંભાળિયા વિભાગના એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી મીત રુદલાલ દ્વારા હાથ ધરવામાં આવી છે.