રાજકોટ જિલ્લામાં આ તારીખ સુધી વાદળછાયું અને વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના

  • May 31, 2023 09:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં આગામી 4 જૂન સુધી અંશત: વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. આ સમયગાળામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સીયસ અને રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી સેલ્સીયસ તેમજ લઘુત્તમ ભેજનું પ્રમાણ 67 થી 76 ટકા અને મહત્તમ ભેજનું પ્રમાણ 17 થી 33 ટકા રહેવાની સંભાવના છે. પવનની દિશા પશ્ચિમની અને પવનની ઝડપ 22 થી 27 કી.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


સોમવારે ભારે પવન ફૂંકાયો હતો
ઉલ્લેખનીય છે કે સોમવારે બપોરના સમયે રાજકોટ શહેરના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોરના સમયે ભારે પવન ફૂકાયો હતો તેમજ ધૂળની આંધી આવી હતી. જ્યારે આજે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં ગોંડલમાં વાવાઝોડા જેવો માહોલ હતો જ્યારે ભુણાવા, બિલીયાળા, ભરૂડી, દાળીયામાં વરસાદ ખાબક્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application